ચીનની જાઝરમાન વુહાન શહેરમાં વડાપ્રધાન મોદીનું શાનદાર સ્વાગત: ર્આકિ અને ભુસ્તરીય સબંધો માટે ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની પ્રમુખ શી જીનપીંગ વચ્ચે ૨૦૧૪માં સાબરમતી આશ્રમે પ્રમવાર મુલાકાત બાદ આજી બન્ને વૈશ્ર્વિક નેતાઓ ચીનના વુહાન શહેરમાં બેઠક કરશે. ડ્રેગન સો દોસ્તીના પ્રયાસના ભાગરૂપે મોદી અને જીનપીંગ વચ્ચે ૨૪ કલાકમાં કુલ ૬ બેઠક થશે.
વડાપ્રધાન મોદીને ચીનના વુહાન શહેરની ઝાકમજોળી પ્રભાવિત કરવા ચીનના પ્રમુખ શી જીનપીંગે વુહાન શહેરમાં બેઠક ગોઠવી છે. આ બેઠકમાં ભારત-ચીન વચ્ચે ર્આકિ અને ભુરાજકીય સંબંધો મજબૂત બનાવવા પ્રયાસ થશે. બન્ને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે સુરક્ષા મુદ્દે ચર્ચા પણ થશે. ચીનનું વુહાન શહેર હાર્ટ ટુ હાર્ટ તરીકે ઓળખાય છે. વુહાન ચીનના ક્રાંતિકારી નેતા માઓ ઝેદોંગનું પસંદગીનું સ્ળ હતું.
વડાપ્રધાન મોદીએ ગઈકાલે ચીન રવાના થતા પહેલાં કહ્યું હતું કે, ભારત-ચીનના સબંધોને વ્યૂહાત્મક અને લાંબાગાળાની દ્રષ્ટીએ જોવાઈ રહ્યાં છે. અમે વૈશ્ર્વિક મહત્વ ધરાવતા મુદ્દાી લઈ દ્વિપક્ષીય વાટાઘાટો માટે જરૂરી તમામ બાબતોની ચર્ચા કરીશું. અમે બન્ને દેશના વિકાસને ધ્યાનમાં રાખી આગળ વધવાનો પ્રયાસ કરીશું તે માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાને પણ ધ્યાનમાં રાખીશું. દોકલામ વિવાદ બાદ વડાપ્રધાન મોદી અને પ્રમુખ જીનપીંગ પ્રમ વખત મળી રહ્યાં છે. વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા ચીન આતુર હતું. શિખર પરિષદ બે દિવસ ચાલશે. ૨૪ કલાકમાં ૬ી વધુ બેઠકો શે. જો કે, બેઠકો બાદ સંયુક્ત નિવેદન નહીં કરવામાં આવે. કોઈપણ ક્ષેત્રે કરારો પણ નહીં થાય. આ શિખર પરીષદમાં ચીન બિન ઔપચારીક માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કોઈ પણ એજન્ડા વગર વિવિધ મુદ્દે ચર્ચા થશે. અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭ના અંત સુધીમાં ભારતમાં ચીનનું રોકાણ ૫૩૨ અબજ રૂપિયાી વધારે ઈ ચૂકયું હતું. ગઈકાલે ચીને સત્તાવાર રીતે કહ્યું હતું કે, બંને દેશો ઝડપી વિકાસ પામી રહ્યાં છે. ચીન અને ભારત બીજા વિશાળ ડોમેસ્ટીક બજાર ધરાવે છે. એકબીજા સોના સંબંધો ર્અતંત્રને તંદુરસ્ત રાખવાનું અનુકુળ સાધન છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com