21માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને શુક્રવારે બીજો ગોલ્ડ મળ્યો. વેટલિફ્ટર સંજીતા ચાનૂએ 53 કિગ્રા કેટેગરીમાં આ મેડલ જીત્યો. તેઓએ કુલ 192 કિલોગ્રામ (સ્નેચમાં 84 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 108 કિગ્રા) વજન ઉઠાવ્યું. સંજીતાએ સતત બીજા કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા તેઓએ 2014 ગ્લાસ્ગો કોમનવેલ્થમાં 48 કિગ્રા કેટેગરીમાં આ મેડલ પોતાના નામે કર્યું હતું. બીજી તરફ, પાપુઆ ન્યૂ ગિનીની લોઆ ટૌઆએ સિલ્વર અને કેનેડાની રાચેલ બેજાનેટે બ્રોન્ચ જીત્યો. ભારતની મીરાબાઈ ચાનૂએ ગુરુવારે દેશને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com