સમુહલગ્ન પ્રસંગે યુવાનોને વ્યસનમુકિતના શપથ લેવડાવાશે: ભરવાડ સમાજના ધર્મગુ‚ પૂજય ઘનશ્યામપુરીબાપુ સહિતના સંતો-મહંતોની ઉપસ્થિત રહેશે: આગેવાનોએ અબતકને આપી માહિતી
સમાજ વ્યવસ્થાના ભાગ‚પે ઓછા ખર્ચે લગ્ન સારી રીતે સંપન્ન થઈ શકે તેવા સમુહલગ્ન બાબતે ભરવાડ સમાજમાં ખુબ જ જાગૃતિ આવી છે. અગાઉ જંગી વિવાહ થતા જેમાં એક સાથે ૧૦૦૦-૧૨૦૦ દિકરીઓ પરણતી સમયાંતરે તે ઓછા થયા બાદ રાજકોટમાં ૧૯૯૮માં ગોપાલક સમુહલગ્ન સમિતિના નેજા હેઠળ પ્રથમ સમુહલગ્ન યોજાયા અને આ સીલસીલો માત્ર રાજકોટ પુરતો સિમીત ન રહેતા સૌરાષ્ટ્રના તમામ તાલુકામાં સમુહલગ્ન શ‚ કરાવવા રાજકોટ સમુહલગ્ન સમિતિએ કમર કસી તેની ફળશ્રુતિ રૂપે હાલમાં દર વર્ષે અલગ-અલગ તાલુકા મથકે યોજાતા સમુહલગ્નમાં ૧૦૦૦ જેટલી દિકરીઓ પરણે છે. રાજકોટમાં આગામી તારીખ ૯/૨/૨૦૧૮ના રોજ ૨૦માં સમુહલગ્ન યોજાઈ રહ્યા છે. જેમાં ભરવાડ સમાજના ધર્મગુરૂ પરમ પૂજય ઘનશ્યામપુરીબાપુ સહિતના સંતો-મહંતો અને સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં ૪૫ દિકરીઓ પ્રભુતામાં પગલા માંડનાર છે. આ પ્રસંગે અંદાજે ૨૦ થી ૨૫ હજારની જનમેદની ઉમટશે. પારીજાત પાર્ટી પ્લોટની બાજુના ગ્રાઉન્ડમાં ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે સમુહલગ્નના દિવસે રકતદાન કેમ્પ અને વ્યસનમુકિત કેમ્પ રાખવામાં આવેલ છે. આ પ્રસંગે નવા ચુંટાયેલા સમાજના ધારાસભ્યો અને સમાજના શ્રેષ્ઠીઓ અને અધિકારીઓનું વિશેષ સન્માન કરવામાં આવશે.
ગોપાલક સેવા અને સંગઠન વિકાસ સમિતિ ટ્રસ્ટ રાજકોટ આયોજીત સમુહલગ્ન બાબતે સમાજમાં આવેલી જાગૃતીના પગલે દર વર્ષ રાજકોટ, વાંકાનેર, નિકાવા, પડધરી, ખારવા, જોડીયા, જામનગર, મોરબી, ખંભાળિયા, લાલપુર, કડુકા, સાવરકુંડલા, રાણીમાંનો વિસામો (બેડી) વિગેરે સ્થળે સમુહ લગ્ન યોજાય છે અને અંદાજીત ૧૦૦૦ જેટલી દિકરીઓ પ્રભુતામાં પગલા માંડે છે. દિકરીઓને કરીયાવરમાં સોના-ચાંદીની વસ્તુઓ, કબાટ, પથારી સેટ, કટલેરી સેટ ઉપરાંત જીવનજ‚રી ચીજવસ્તુઓ સમાજ તરફથી આપવામાં આવે છે. સમુહલગ્ન સમિત દ્વારા આ વર્ષે નિર્ણય કરાયો છે કે જે દિકરી કે દિકરા પક્ષ તરફથી એક પણ ‚પિયો લેવામાં આવ્યો નથી. દિકરીના આણા સાથે રાખવાના હોય એ પરિવાર જ સમુહલગ્નમાં જોડાય જેથી સમાજ દ્વારા અપાતો કરીયાવર એળે ન જાય અને દિકરીઓ સમયસર સાસરે વળાવી દેવાય એ જરૂરી છે.
સમુહલગ્નને સફળ બનાવવા રાજુભાઈ નોંધાભાઈ જુંજા, ભીખાભાઈ લક્ષ્મણભાઈ પડસારીયા, હિરાભાઈ ઉકાભાઈ બાંભવા, હમીરભાઈ વેરસીભાઈ ટોળીયા, નારણભાઈ ચનાભાઈ ટારીયા, રૈયાભાઈ વેલાભાઈ ઝાપડા, નારણભાઈ માંડણભાઈ વકાતર, બીજલભાઈ રામજીભાઈ ટારીયા, લીંબાભાઈ ખેંગારભાઈ માટીયા, રમેશભાઈ તેજાભાઈ જુંજા, મનુભાઈ બચુભાઈ બાંભવા, ડાયાભાઈ ફકીરાભાઈ રાતડીયા, નાગજીભાઈ જીણાભાઈ ગોલતર, રાજુભાઈ મેપાભાઈ ટોયટા, હરેશભાઈ મૈયાભાઈ ઝાપડા, ગોપાલભાઈ નરશીભાઈ ગોલતર, પ્રકાશભાઈ કુવરાભાઈ ઝાપડા, ગોપાલભાઈ મનુભાઈ સરસીયા, ધીરજભાઈ અરજણભાઈ મુંધવા, પરેશભાઈ લક્ષમણભાઈ સોરીયા, રાજુભાઈ ઘેલાભાઈ ઝાપડા ઉપરાંત વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.