હેલ્ધી બેબી, કયુટ બેબી, બ્યુટીફુલ, આઇઝબેબી, વેલગૃમ્ડ બેબી અને હેલ્ધી હેર બેબી એમ પાંચ શ્રેણીઓ હેઠળ ૧ થી ૩ અને ૩ થી ૬ વર્ષ  એમ બે વય જુથની કમ્પિટિશનની માહિતી આપવા કાર્યકરો અબતકને આંગણે

જે.સી.આઇ. રાજકોટ સીલ્વર જે જુનીયર ચેમ્બર ઇન્ટરનેશનલ નામક વિશ્વવ્યાપિ સંગઠનના સ્થાનીક એકમ તરીકે છેલ્લા ૩પ વર્ષથી કાર્યરત છે.

સંસ્થા દ્વારા સમાજ ઉપયોગી કાર્યક્રમો આયોજીત કરવાના હેતુથી પૂર્તિ સબબ છેલ્લા ૧૪ વર્ષથી હેલ્ધી બેબી, સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ સ્પર્ધા જેસીઆઇ રાજકોટ સિલ્વર દ્વારા ઊંફિુબફલ ના સહયોગથી તા.ર૮ જુલાઇના રોજ આયોજીત કરવામાં આવેલ છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સ્પર્ધા અંતર્ગત બાળકોને ૧ થી ૩ અને ૩ થી ૬ એમ બે વય જુથ માટે બોયઝ અને ગર્લ્સ એમ બે વિભાગમાં હેલ્ધી બેબી, કયુટ બેબી, બ્યુટીફુલ આઇઝ બેબી, વેલ ગૃમ્ડ બેબી, અને હેલ્ધી હેર બેબી એમ પ શ્રેણીઓ હેઠળ તપાસવામાં આવશે અને બધી શ્રેણીઓ મળીને કુલ ૬૦ થી વધુ એવોર્ડસ તેમજ અન્ય ઇનામો આપવામાં આવશે ઉપરાંત દરેક સ્પર્ધકને સર્ટીફીકેટ આકર્ષક રીટર્ન ગીફટ તથા ટવીન્સ અને ટ્રીપલેટસને પણ વિશિષ્ટ એવોર્ડથી સન્માનીત કરવામાં આવશે.

આ તકે જેસીઆઇ સિલ્વર ના કાર્યકર રાકેશ વલેરા જેસી નરુદ્દીન સાદીકોટ, જેસી યુસુફ શામ, જેસી પ્રીતી દદુકીયા, જેસી રવિ પોપટુ સ્પધાકોનું ચેક-અપ  નિષ્ણાંત ડોકટર્સ અને બ્યુટીશીન્સ દ્વારા જલારામ રધુકુળ સાર્વજનીક હોસ્પિટલ ખાતે ર૮ જુલાઇના રોજ સવારે ૯ થી સાંજે ૬ સુધી સ્પર્ધક નેઅગાઉથી અપાયેલ એપોઇનટમેન્ટ મુજબ થશે અને ઇનામ વિતરણ ર૯ જુલાઇ ના રોજ બપોરે ૨.૩૦ થી ૭ હેમુ ગઢવી હોલ ખાતે થશે.

સ્પર્ધામાં ભાગ લેવા માટેના ફોર્મ તેમજ અન્ય વિગતો માટુ રુબીકોન ઇલેક્રટોનીકસ, ડો. યાજ્ઞીક રોડ હોટલ ઇમ્પિરીઅલ પેલેસની સામે સવારે ૧૧ થી ૧ અથવા સાંજે પ થી ૮ દરમ્યાન સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત સ્પર્ધાના ફોર્મ રાજકોટની અન્ય ૧૦ જેટલી સ્થળો પર ઉપલબ્ધ છે. જેની વિગત  પરથી મળી શકશે. વધુ માહીતી માટે સંસ્થાના પ્રમુખ જેસી નુરુદ્દીન સાદીકોટ મો. નં. ૯૫૫૮૦ ૯૧૦૫૨ અથવા ઉપપ્રમુખ જેસી યુસુફ શામ નો મો. ૯૦૧૬૨ ૫૨૦૯૪ પર સંપર્ક કરવા પીઆરઓ જેસી ડિંપુલ દુદકીયા એ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.