૨૦૨૨ સુધીમાં ભારતની સૌ પ્રથમ સમાનવસ્પેસક્રાફટ મીશન ગગનયાનને વેગ આપવા તડામાર તૈયારીઓ શરૂ

દેશના સૌ પ્રથમ માનવ સહિતના સ્પેસ ફલાઈટથી અંતરીક્ષમાં જનારા ૩ ભારતીયો ૧૬ મીનીટમાં જ અવકાશમાં પહોચી જશે. ઈસરોના ચેરમેન કે સિવને જણાવ્યું હતુ કે ૨૦૨૨ના લક્ષ્ય ‘ગગનયાન’ શ્રીહરીકોટા સ્પેસપોર્ટ પરથી લોન્ચ કરવામાં આવશે. પૃથ્વીની નીચલી પરત પાસે અવકાશયાત્રીઓ પાંચથી સાત દિવસ દુધી રહેશે આ ક્રૂ મોડયુલને સર્વીસ મોડયુલ સાથે જોડવામાં આવશે.

જેમાં ત્રણ ભારતીયોને લઈ જવામાં આવશે આ બંને મોડયુલ ઓરબીટ પાસે રહેશે જે જીએસએલવી એમકે ૩ રોકેટની એડવાન્સ ટેકનોલોજીથી સજજ રહેશે શ્રીહરીકોટાથી લોન્ચ થઈને પૃથ્વીના નીચલા ઓરબીટ એટલે ધરાની ૩૦૦ થી ૪૦૦ કિંમીની દૂરી પર ગગનયાન ૧૬ મીનીટોમાં જ પહોચી જશે.

અંતરીક્ષમાં જનારા યાત્રીઓ માઈક્રઓ ગ્રેવીટી અને વૈજ્ઞાનિક પરીક્ષણો કરશે વળતા આવતી વખત ઓરબીટલ મોડયુલ પોતાની રીતે જ દિશા બદલી લેશે ૧૨૦ કીમીના અલ્ટીટયુડ પાસે ક્રુ મોડયુલ અને સર્વીસ મોડયુલ અલગ પડી જશે. ગુજરાતનાં દરિયાઈ કોસ્ટમાં ક્રુ મેમ્બર્સ એરોબ્રેક અને પેરાશુટની મદદથી નીચે આવશે, રિટર્ન આવતી વખતે અવકાશયાત્રીઓને ૩૬ મીનીટનો સમય લાગશે ઈસરોના ચીફ ડો. કે.સિવાન યુનીયન મીનીસ્ટર જીતેન્દ્રસિંહમીશન ગગનયાનની પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા ઈસરોના ચીફે કહ્યું કે જો લેન્ડીંગ વખતે કોઈ ટેકનીકલ સમસ્યા ઉભી થાય તો બેકઅપ પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. સ્પ્લેશડાઉન બાદ પ્લાન ‘બી’ અંતર્ગત મોડયુલમાંથી ૨૦ મીનીટમાં બંગાળની ખાડીમાં અવકાશયાત્રીઓ લેન્ડીંગ કરશે. હવે પહેલુ માનવ સહિતનું સ્પેસક્રાફટ ૪૦ મહિનામાં જ લોન્ચ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.