લક્ષ્મણરાવ માધવરાવ ઈનામદાર, સાધના….. તપસ્યા….. અને પ્રેરણા….. ત્રિવેણી સંગમ…..વકીલ સાહેબનો ઋષી પંચમીનાં પવિત્ર દિવસે સતારા (મહારાષ્ટ્ર) ખાતે જન્મ થયેલ હતો. વિદ્યાર્થી કાળથી જ રાષ્ટ્રીય રંગે રંગાયા આઝાદિની લડતમાં ઝંપલાવ્યું હતું. 1937માં હૈદરાબાદ આઝાદિની લડતમાં સાત મહિનાનો કારાવાસ ભોગવેલ હતો. સતારા ખાતે પૂનામાં એલ.એલ.બી. સુધી ઉચ્ચ અભ્યાસ કરી વકીલાતની પદવી લીધા પછી પણ વૈયકિતક સુખ તથા સમૃધ્ધિ માટે કલ્પના પણ ન કરતા. રાષ્ટ્રકાર્ય માટે જીવન સમર્પણ કરી ડો.સાહેબનાં સંપર્કમાં આવ્યા. એવા દેશભકિતનાં રંગાયેલાઓ ઉચ્ચ સંસ્કાર સાથે રાષ્ટ્ર કાર્યમાં જોડાયા અને હિન્દુ સમાજને શ્રેષ્ઠ બનાવવા વ્યકિત નિર્માણ દ્વારા દેશ ઉંચો આવશે પ્રત્યેક વ્યકિતનાં સંસ્કાર દ્વારા દેશ ઉચ્ચો આવશે. જગતમાં પરિવર્તનોનાં ઈતિહાસ તપાસીએ તો વ્યકિત નિર્માણ દ્વારા શકય છે.
પરિવર્તન અકસ્માતે થતો નથી. ” એક દિવસ એવો ઉગ્યો કે બીજે દિવસે સૌને પરિવર્તન જોવા મળ્યુ. રશિયામાં એક દિવસ એવો ઉગ્યો કે બીજે દિવસે વધારામાં પરિવર્તન જોવા મળ્યું. ઈંગ્લેન્ડનાં બ્લડબેસ રીવોલ્યુશન (રકતવિહિન ક્રાંતિ) બાબતે પણ આવો જ કોઈ ચમત્કાર થયો ન હતો એવું ઈતિહાસ કહેતો નથી.” તો પૂરા યુરોપમાંથી જઈને વસેલા અને પાછળથી અમેરિકન કહેવાયા અને એમને પણ આવો અનુભવ થયો નથી. આમા પૂરા આત્મવિશ્વાસ સાથે હિન્દુસમાજનું કામ પ્રત્યેક વ્યકિત નિર્માણ દ્વારા સમાજ સંગઠન થવાનો છે.
આવા દ્રઢ આત્મવિશ્વાસ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને જીવન સમર્પણ કરીને 194રમાં વકીલસાહેબ ગુજરાતમાં સંઘ પ્રચારક તરીકે આવ્યા. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં કામગીરી કરી હજારો સ્વયંસેવકોનાં પથદર્શક રહ્યા. 19પ1 થી ગુજરાત પ્રાંત પ્રચારક તરીકે પૂરા ગુજરાતમાં લાખો સ્વયંસેવકોને નવો રાહ ચિંધીને 1973થી ગુજરાત – મહારાષ્ટ્ર -વિદર્ભ-ગોવાનાં બનેલા પશ્ચિમાંચલ ક્ષેત્ર પ્રચારક, 1978થી ક્ષેત્ર પ્રચારક ઉપરાંત સંઘના અખિલ ભારતીય વ્યવસ્થા પ્રમુખ બન્યા. એમની પ્રેરણાથી ગુજરાતમાં સંગઠનનો ભારે વિકાસ થયો અને એકલા કુશળ સંગઠક જ નહી લોક સંગ્રહ અને વિચાર ઘડતરનાં યે કસબી હતા.
સહકાર ભારતીના સ્થાપક 1969થી 197પ અનાવૃષ્ટિને કારણે ભયંકર દુકાળમાં આર્થિક મંદિમાં દેશને બહાર કાઢીને સમૃદ્ઘ અને સ્વાવલંબન બનાવવા સહકારી ભાવનાવાળા વ્યિકતઓ વચ્ચે સંગઠન ઉભુ કર્યું.
સહકાર ભારતીના સ્થાપક પ્રેરણા પુરૂષ બની સભાસદની જાગૃતિ અને તાલીમ દ્વારા આજે પુરા ભારતમાં ર,000 થી વધુ સહકારી ફોજ ઉભી થઈ ગયેલ છે અને ર0,000થી વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત છે. ” સહકાર, નહીં સંસ્કાર, વિના સહકાર, નહીં ઉદ્ઘાર” ને સાર્થક કરવા લક્ષ્મણરાવજીએ સાધના, તપસ્યા અને પ્રેરણા પામીને સહકાર ભારતીના સ્થાપનાને પુરા વિશ્વમાં આજે ગૈરવ અપાવેલ છે.
દેશના ભાગલા, પ્રતિબંધ, 1948 કે 197પ સોમનાથનું નિર્માણ, ગૌ હત્યા બંધ કરવામાટે સત્યાગ્રહ, ચીન કે પાકિસ્તાનનું આક્રમણ, વિવેકાનંદ જન્મ શતાબ્દી, અંજારનો ભૂકંપ, તાપી નર્મદાનાં પૂર, મોરબીની હોનારત, સૌરાષ્ટ્રનું વાવાઝોડુ
આ પ્રસંગે આર.એસ.એસ.ના સ્વયસસેવકોની હિંમતની મહેંક દેખાડીને કાર્યમાં સ્વયંસેવકોનું પ્રેરકબળ વધાર્યે જ રાખ્યું હતું. દરેક પ્રસંગે શ્રેષ્ઠ સુકાની સાબિત થયા.
આમ સંઘની કાર્ય પધ્ધતીમાં પ્રચારકો પાસે એવી અપેક્ષા હોય છે કે તેઓ માત્ર સંઘના દૈનંદીન કાર્ય પુરતી જ નહી સમાજ નિર્માણ માટે વ્યકિતશ: પારિવારીક સંબંધો પણ ખડા કરે. સૈા પોતાની શકિત મુજબ એ પણ કરે છે. પણ વકિલ સાહેબ સાથે એ બાબતે કોઈની તુલના થઈ શકે તેમ નથી; એવા વિલક્ષણ પારિવારીક સબંધો એમણે સમગ્ર ગુજરાતમાં ઉભા કર્યા છે. વકિલ સાહેબ એટલે ઘરના એક માણસ આમ ડોકટરજી – ગુરૂજી કોટીના વકીલ સાહેબને હાર્દિક શ્રધ્ધાંજલી અર્પણે.