વેપારી તાત્કાલીક દુકાન બંધ કરી ભાગ્યા: ખંડણી ખોરોના ડરના માર્યા પોલીસ ફરિયાદ કરવામાં પણ ફફડતા વેપારીઓ
થાન પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિન દહાડે કથળતી જાય છે. થાન પોલિસ કાયદો સંભાળવામાં નિષ્ફળ નીવડી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થતિ ખૂબ નબળી બની છે. જિલ્લામાં હત્યા લૂંટ ફાટ અને ધાક ધામકીના બનાવોમાં નોંધ પાત્ર વધારો થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો વેવસ્થા અત્યંત ખાડે ગઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં ગુનાખોરી અને ગુનેગારો બેફામ બન્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનના વેપારીઓ અને રહેવાસીઓને થાનમાં રહેવું મુશ્કેલ બન્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં બજારમાં વેપારીના માથે બન્ધુક રાખી અને ૧૦ લાખની ખંડણી મગાઈ હોવાની થાન બજારમાં વાત વહેતી થઈ છે.
આ વેપારી રાતોરાત પોતાની દુકાન બન્ધ કરી અને આ ખંડણી ખોરોની બીકે અન્ય ગામમાં જતા રહા છે. ત્યારે થાનમાં સતત ખંડણી ખોરો બેફામ બનતા થાનના વેપારીઓ અને રહેવસીઓ અને નાના મોટા ધંધા રોજગાર કરતા લોકોને પેટિયું ભરવામાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ ખંડણીખોરોના ત્રાસથી થાનમાં ધંધા રોજગાર મૂકી અને બીજા ગામમાં પાંચથી વધુ વેપારીઓ ચાલ્યા ગયા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાન મોટા પાયે સીરામીક ઉદ્યોગો ધરાવે છે અને હજારો લોકોને રોજગારી પુરી પાડે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં સારા એવા ઉદ્યોગો અને વેપારીઓ હોવાના કારણે ખંડણીખોરોમાં એક પ્રકારે ખંડણી અંગેની લાલસા ઉભી થઈ છે થાનની મુખ્ય બજારમાં ગુનાખોરોને એ માજા મૂકી છે.
આવા આવા તત્વો અને ખંડણીખોરોના ત્રાસથી સુરેન્દ્રનગર જિલ્લાના થાનના અને કારખાના માલિકોએ પોતાના કારખાના બંધ કરી અન્ય ગામોમાં સ્થાહી બન્યા છે. હજુ પણ આવા ખંડણીખોરો એ થાનમાં વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવવામાં માજા મૂકી છેણડ ત્યારે આવા ખંડણીખોરોને સત્વરે પોલીસ પકડી અને પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી થાનના વેપારીઓ માંગ કરી રહા છે. વેપારીએ આવા ખંડણીખોરના ત્રાસની બીકના મારે પોલીસ ફરિયાદ પણ નોંધાવી નથી.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં આવેલ મુખ્ય બજારમાં ગઈકાલે રાત્રી દરમિયાન ખંડણીખોર દ્વારા વેપારીને લમણે બંદૂક રાખીને ૧૦ લાખની ખંન્ડની માંગી હોવાની વાત સમગ્ર થાનમાં ચર્ચા ફેલાઈ છે ત્યારે વેપારીએ બીકના મારે તાત્કાલિક ધોરણે દુકાન બંધ કરી અને નાસી છૂટ્યા હતા ત્યારે આ વેપારી દ્વારા બીકના મારે પોલીસ ફરિયાદ પણ ના નોંધાવવામાંના આવી હોવાની ચર્ચા પણ વેતી થઈ છે.