૧૯૨ વર્ષ પૂર્વે વસંત પંચમીએ વડતાલ ગામમાં ભગવાન સ્વામીનારાયણે સ્વહસ્તે આ શિક્ષપત્રિ લખી હતી

તા.૨૨ જાન્યુઆરી વસંત પંચમીના દિવસે ભગવાન સ્વામિનારાયણે આજથી ૧૯૨ વર્ષ પહેલા વડતાલ ગામમાં પોતાના સ્વહસ્તે આ શિક્ષાપત્રિ લખી હતી. આ શિક્ષાપત્રિમાં કુલ ૨૧૨ શ્ર્લોક છે. રાજકોટ ગુરુકુળમાં સવારે ૭:૩૦ કલાકે પૂ.મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી અને બધા સંતો અને હરિભક્તોએ શિક્ષાપત્રિનું ગણ કરી પૂજન આરતી ઉતારી હતી. પૂ.મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીએ કહ્યું કે આ શિક્ષાપત્રિમાં કયાં થૂંકવું થી માંડીને બ્રહ્મ‚પ થવાની ઉત્તમ ચાવીઓ બતાવી છે. શિક્ષાપત્રિમાં ૩૪૬ શાસ્ત્રોનો સાર છે. આજના દિવસે સ્વામીનારાયણ ગુરુકુલ રાજકોટની સ્થાપના ૧૯૪૮માં પૂ.શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ કરી ગુરુકુલ સંસ્કૃતિનો પુનરોદ્ધાર કર્યો હતો.

“સર્વોપરી ભગવાન સ્વામીનારાયણે સર્વજીવના શ્રેય અને પ્રેય માટે સ્વહસ્તે લિખિત આ શિક્ષાપત્રીએ પ્રગટ પુરુષોત્તમ નારાયણની પરાવાણી તરીકે શ્રુતિસ્વરૂપ છે. એમાં ઉપાસનાની દ્રઢતા, ભક્તિની ભીનાશ, ધર્મપાલનની ધગશ, વૈરાગ્યની વેધકતા અને જ્ઞાનની ગહનતાના શાશ્ર્વત અંશો સમાયેલા છે. માનવ જીવન સાથે સદાય સુસંગત જીવનધોરણોની એમાં સુવ્યવસ્થા દર્શાવેલ હોવાથી એ આજની વર્તમાનકાલીન સમાજલક્ષી સહજાનંદ સ્મૃતિ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.