• ધોળા દિવસે 6 શખ્સો તલવારો લઈ એક બીજા પર  તુટી પડયા
  • સામસામે વાહનો અથડાવતા સજાર્યા ફિલ્મી દ્રશ્યો: ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં મારામારીના બનાવોએ માઝા મુકી છે. સામાન્ય બાબતમાં પણ લોકો તીક્ષ્ણ હથિયાર લઇને સામસામે આવી જાય છે. ત્યારે સોમવારે સવારે શહેરના 80 ફુટ રોડ પર અલ્ટ્રાવિઝન સ્કુલ નજીક બનેલા ફિલ્મી ઢબે મારામારીના  થઈ હતી.   બનાવની મળતી માહીતી મુજબ શહેરમાં ભુંડ પકડવાનું કામ કરતા સમુદાયના પરપ્રાંતિય બે જુથ સામસામે આવી ગયા હતા.

1658808707103

ભુંડ પકડવાના વિસ્તાર બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા ખુલ્લી તલવાર સાથે એક બીજા પર તુટી પડયા હતા. જયારે પીકઅપ વાહન સહિત 3 વાહનોથી એક કારને અડફેટે લેવાય હતી. આ બનાવમાં મારામારી કરનાર બંન્ને પક્ષમાંથી પ લોકોને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. સુરેન્દ્રનગરના ભરચક વિસ્તારમાં સોમવારે સવારના સમયે ફિલ્મી ઢબે થયેલ મારામારીથી લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને લોકોએ મારામારીના વિડીયો ઉતારી ફરતા કર્યા હતા. જેના પોલીસે શેરસીંગ ટાંક અને તીરથસીંગ રાજુસીંગની ધરપકડ કરી છે.

વિગતો મુજબ સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ ઉપર ફરિયાદી ભારતસીંગ શેરસીંગ કીશનસીંગ ભાટીયા ભુંડ પકડવાનું કામ   રહે. દુધરેજ ચુનાના ભઠ્ઠા પાસે પેટ્રોલ પંપ પાછળ તથા તેઓના ભાઈ તથા સંબંધી સાથે ભુંડ પકડી લીંબડી બાજુ  જતા હતા તે દરમ્યાન  સવારના સાડા દસેક વાગ્યે અલ્ટ્રાવીઝન સ્કુલ પાસે આરોપીઓએ એક સંપ થ, ગુન્હાહિત કાવતરૂ રચી અલગઅલગ ગાડીઓમાં આવી ફરિયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાના ઈરાદે વારાફરતી ફરિયાદીની વેગનઆર ગાડી ઉપર આરોપીઓએ તેઓનીગાડીઓ ચડાવી તથા ભટકાડી સાહેબ ગુરૂદયલસીંગ સુદાનસીંગને જમણા પગના નળાના ભાગે તથા સાહેદ સુરેન્દ્રસીંગ સેવાસીંગને કમરના ભાગે તથા સાહેદ કાલીસીંગ શેરસીંગને મોઢાના ભાગે છુટા પથ્થરોના ઘા મારી તથા છાતીના ભાગે નાની મોટી ગંભીર પ્રકારની  ઈજાઓ કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરી ભુંડાબોલી ગાળો આપી હતી.

જેમાં પોલીસે તાત્કાલી બાતમીદારો તથા સ્ટાફના માણસો સાથે આરોપીઓના  મળી આવવાના સંભવીત સ્થળોએ વોચ તપાસ રહી બે આરોપીઓ શેરસીંગ ઈશ્ર્વરસીંગ ટાંક રહે. વઢવાણ લીંબડી રોડ, તીરથસીંગ રાજુસીંગ ટાંક રહે. વઢવાણ લીંબડી રોડને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.