સુરેન્દ્રનગરમાં મ્યુકર માઈક્રોસીસ ’બ્લેક ફંગસ’ની સારવારમાં વપરાતા ઈંજેકશનના કાળાબજાર કરવાના પ્રકરણમાં ગઈકાલે પકડાયેલા બે શખ્સોની પુછપરછ દરમ્યાન 108 એમ્બ્યુલન્સના કર્મચારીની સંડોવણી ખુલતા ચકચાર ફેલાઇ છે. પોલીસે આ ત્રીજા શખ્સને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કરેલ છે.

ઇન્જેકશનની તપાસ માટે નમુના એફએસએસમાં મોકલાયા

આ અંગેની વિગત એવી છે કે, સુરેન્દ્રનગરમાં બ્લેકફંગસની સારવાર માટેના ઈંજેકશનના કાળાબજાર કરવાના પ્રકરણમાં પોલીસે લીંબડીના દલસુખ જેરામભાઈ પરમાર અને સુરેન્દ્રનગરના સમીર અબ્દુલભાઈ મનસુરીની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરાતા બન્નેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ગઈકાલે રીમાન્ડના પ્રથમ દિવસે જ બન્નેની આકરી પુછપરછમાં તેો આ ઈંજેકશન 108 એમ્બ્યુલન્સના કર્મચારી પાસેથી ખરીદતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હવે શિવમને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કરેલ હોવાનું જાણવા મળે છે.

IMG 20210611 105233

ઇ જેક્શન ડુપ્લિકેટ છે કે સાચા તેની તપાસ ડ્ર ઇન્જેક્શન સાથે પકડાયેલા આરોનગરમાંથી મ્યુકર માઇકોસીસની સારવાર માટે દર્દીને આપવામાં આવતા ઇન્જેકશન સાથે પોલીસે બે આરોપીને પકડી લીધા હતા. આ કેસનું પગેરૂ શોધવા માટે પોલીસે આરોપીના રીમાન્ડની માંગણી કરી હતી. જેમાં કોર્ટે 4 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. આરોપીઓ પાસેથી મળેલા ઇન્જેકશન ડુપ્લીકેટ છે કે નહી તેની તપાસ માટે ડ્રગ વિભાગે સેમ્પલ લઇને કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગરમાં મ્યુકર માઇકોસીસના દર્દીની સંખ્યા વધી રહી છે. ત્યારે આ રોગની સારવાર માટે દર્દીના આપવામાં આવતા ઇન્જેકશનની માંગ વધી રહી છે. આવા સમયે સિટી પીઆઇ વી.વી.ત્રિવેદીના ડિ સ્ટાફે લીંબડીના દલસુખ જેરામભાઇ પરમારને સુરેન્દ્રનગર માંથી રૂ.1.40 લાખની કિંમતના 20 ઇન્જેકશન સાથે પકડી લીધો હતો. બાદમાં તેને આ ઇન્જેકશન લાવી આપનાર સમીર અબદુલ્લભાઇ મન્સુરીને પણ પકડી લેવામાં આવ્યો હતો.

આ બંનેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના 4દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બાબતે પીઆઇ વી.વી.ત્રિવેદીએ જણાવ્યુ કે આરોપી પાસે બીલ વગરના ઇન્જેકશન કયાથી આવ્યા તેની તપાસ ચાલુ છે. આ ઉપરાંત આ ઇન્જેકશન ડુપ્લીકેટ છે કે નહી તેની વિગતો મેળવવા માટે ડ્રગ્સ વિભાગની મદદ લઇને સેમ્પલ મોકલવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ વધુ વિગતો બહાર આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.