પરિવારના સભ્ય સમાન શ્વાનનું મૃત્યુ થતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો તથા અનાજકીટનું વિતરણ કરાયું
વિરમગામ તાલુકાના નળ કાંઠા વિસ્તારના કેશવપુરા ગામે આવેલ કેજી ફાર્મ હાઉસ ના માલિક ગાભુભાઈ મકવાણા ૩ વર્ષ પહેલા રોટવીલર ડોગના બચ્ચાં ને ફાર્મ હાઉસ ખાતે લાવ્યા હતા. નામ ટાઈગર રાખવામાં આવ્યુુ હતું. જે પરિવારના સભ્યો સાથે હળીમળી ગયો હતો. અને ૬માસ થતા ફાર્મ હાઉસ સહિત પરિવારની સુરક્ષા બાબત વફાદાર ટાઈગર સજાગ થઈ ગયેલ બાબુભાઈ મકવાણા સહિત પરિવારજનો પણ ટાઈગર ને ખૂબ પ્રેમ કરતા હતા.
ફાર્મ હાઉસ ખાતે ના બંગલામાં પ્રવેશી રહેલા સાપને જોઈ જતા તેણે સાપ ઉપર હુમલો કરી મારી નાખેલ જે દરમિયાન સાથે દંશ મારતા ટાઈગર નુ મોત થયેલું જેની ફાર્મ હાઉસમાં જ સમાધિ બનાવવામાં આવેલ પરિવારના સભ્યો દ્વારા ટાઈગર નું મોત થતા કેજી ફાર્મ હાઉસ ખાતે સુંદરકાંડના પાઠ સહિત સંતવાણી દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સરકારની પ્રવર્તમાન ગાઇડલાઇન મુજબ સોશિયલ ડીસ્ટન્સ ના પાલન સાથે કરવામાં આવ્યુ હતું. તેમજ સાધુ સંતો મહંતો નું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ અંજલી મંદિર અમદાવાદ મહંત વિજય દાસજી પ્રભુદાસ સાધુ મહંત રામજી મંદિર કમીજલા, હસુરામ બાપુ કુંડળ જુનાગઢ સહિત સાધુ સંતો મહંતો નું સન્માન કરવામાં આવ્યુ હતુ. તેમજ જીગ્નેશ કવિરાજ,રસિક બારોટ, મનીષા બારોટ,ગોપાલ બાપુ વગેરે દ્વારા ભજન સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. બોલાવેલ તેમજ આજુબાજુના ગામો સહિત ૧૦૦૦ જરૂરિયાત મંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ અશોકભાઈ ચૌહાણ,હરિબાપુ (વનથળ), આરપી પનારા દ્વારા સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.