જાહેરનામું પ્રકાશિત થયા છતાં ભોગાવોમાંથી થઈ રહી છે બેફામ ખનીજ ચોરી
જિલ્લાના મુખ્ય હાઈવે તેમજ કાચા પાકા રસ્તા થકી કરાતા અકસ્માત થવાની સંભાવના વધી જાય છે.વળી રાત્રિના સમયે ખનીજનું વેચાણ થવાના કારણે ભૂમાફિયાઓ અંધારાનો લાભ ઉઠાવીને ભોગાવો નદીમાંથી રેતીની ચોરી કરે છે.
જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું હોવા છતા લીંબડી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના 6 વાગ્યાથી લઈને મોડી રાત્રી સુધી રેતી ભરેલા વાહનોની અવરજવર ચાલુ જ રહે છે. લીંબડીમાં છેલ્લા 15 દિવસમાં ત્રણ ચોરી થઈ હતી, પરંતુ પોલીસ પ્રજાની રક્ષા કરવાને બદલે માત્ર ભુમાફીયાઓની સેવામાં જ હોય તેવું લાગી રહયું છે. લીંબડી તાલુકાના બોડિયા, ખંભલાવ, સૌકા, જાખણ, ચોકી, શીયાણી, ઉઘલ, ઉંટડી, ચોરાણીયા વગેરે ગામોમાંથી ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતીની ચોરી કરવામાં આવે છે. અંદાજીત ભોગાવો નદીમાં ભૂમાફિયાઓ દ્વારા 10 ફુટ ઉંડા ખાડા કરીને તેમાં ચરખીઓ ઉતારીને સરકારી સંપતિની ચોરી કરી રહ્યા છે.
રાત્રિના સમયે નાઈટ પેટ્રોલિંગમાં રહેતી પોલીસ હપ્તા કોઈ કરતા હોવાનું પુરવાર થઈ રહ્યું છે કારણકે ભોગાવો નદી માંથી રેતીના ડમ્પરો બેરોકટોક રીતે જાહેર માર્ગો પરથી પસાર થઇ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર પોલીસની નાઈટ ડ્યુટી કાયમ હોય છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરની જનતા અને તાલુકા મથકોમાં ચર્ચાઈ રહેલી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લા મેજીસ્ટ્રેટ ના જાહેરનામાનો ખુલ્લેઆમ પોલીસ તંત્ર ના રાજ માં ભંગ થઇ રહ્યો છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં રેતી ચોરીનું મોટા પાયે નેટવર્ક ચાલી રહ્યું હોય તેવું પણ પુરવાર થઈ રહ્યું છે હજુ તાજેતરમાં સપ્તાહ પહેલા જ 200 કરોડ રૂપિયાની રેતી ચોરી અને ખનીજ ચોરીની ફરિયાદ હવા પામેલ છે આમ છતાં પણ પોલીસ તંત્ર સાવ નિષ્ક્રિય હોવાની અને મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાની હાલમાં લોકોમાં ખુલ્લેઆમ ચર્ચા ચાલી રહી છે ત્યારે શું તંત્ર દ્વારા તપાસ થાય છે કે કેમ તે પણ એક પ્રશ્ન સુરેન્દ્રનગર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે