ખાણ–ખનીજ ખાતા દ્વારા ૮ ડમ્પર અને ૨૦૦ ટન રેતી સહિતનો મુદામાલ કબ્જે
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી કે.રાજેશે જણાવ્યું છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં માહે ડિસેમ્બર-૨૦૧૮ના માસમાં ૮ ડમ્પર અને ૨૦૦ ટન રેતી સહિતનો રૂપિયા ૧.૬૮ કરોડનો રેતીનો જથ્થો સીઝ કરાયો છે. આ ટ્રકોને જથ્થા સાથે સીઝ કરી ખાણ ખનિજ અને આર.ટી.ઓ. દ્વારા ધોરણસરના પગલા લેવા મદદનીશ ભુસ્તરશાસ્ત્રીશ્રી ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગ સુરેન્દ્રનગરને જાણ કરવામાં આવેલ છે.
આ અગાઉ તા.૪/૧૨/૨૦૧૮ના રોજ સીઝ કરેલ રેતીનો જથ્થો ૫૯ ટન સીઝ કરેલ રેતીની કિંમત રૂપિયા ૮૮,૫૦૦/- તથા સીઝ કરેલ ગાડીની કિંમત રૂપિયા ૧૫,૦૦,૦૦૦/- તથા ૨૫,૦૦,૦૦૦ મળી કૂલ રૂપિયા ૪૦,૮૮,૫૦૦ તથા તા.૧૫/૧૨/૨૦૧૮ના રોજ સીઝ કરેલ રેતીનો જથ્થો ૬૨ ટન સીઝ કરેલ રેતી કીંમત રૂપિયા ૯૩,૦૦૦/- તેમજ સીઝ કરેલ ગાડીની કિંમત રૂપિયા ૨૫,૦૦,૦૦૦/- તથા ૨૦,૦૦૦૦/- મળી કૂલ રૂપિયા ૪૫,૯૩,૦૦૦/- ગાડી તેમજ રેતીનો જથ્થો સીઝ કરાયો છે.
જેમાં તા.૧૯/૧૨/૨૦૧૮ના રોજ ટ્રકનં.-જીજે.૧ ભરેલ રેતીનો જથ્થો આશરે ૧૭ (સત્તર) ટન સાદી રેતીના જથ્થાની અંદાજીત કિંમત પ્રતિ ટન રૂ.૧૫૦૦/- લેખે કૂલ ૨૫,૫૦૦ તેમજ ટ્રકની કિંમત અંદાજીત કિંમત રૂ.૨૦,૦૦,૦૦૦/- બંન્ને મળી કૂલ કિંમત રૂપિયા ૨૦,૨૫,૫૦૦/- અંકે રૂપિયા વીસ લાખ પચ્ચીસ હજાર પાંચસો પુરાનો જથ્થો સીઝ કરવામાં આવેલ છે. તથા બીજી ટ્રક ભરેલ રેતીનો જથ્થો આશરે ૨૦ (વીસ) ટન સાદી રેતીના જથ્થાની અંદાજીત કિંમત પ્રતી ટન રૂપિયા ૧૫૦૦/- લેખે કૂલ-૩૦,૦૦૦/- તથા ટ્રકની અંદાજીત કિંમત રૂપિયા ૨૫,૦૦,૦૦૦/- બંન્ને મળી કૂલ કિંમત રૂપિયા ૨૫,૩૦,૦૦૦/- અંકે રૂપિયા પચ્ચીસ લાખ ત્રીસ હજાર પુરાનો જથ્થો સીઝ કરવામાં આવેલ છે.
અને બીન વારસી ત્રીજી ટ્રકનો કોઈ આર. ટી.ઓ નંબર કે નંબર પ્લેટ મળેલ ન હોવાથી ટ્રકનો નંબર મેળવી શકેલ નથી. આ ટ્રકમાં ભરેલ રેતીનો જથ્થો આશરે ૧૫ (પંદર) ટન સાદી રેતીના જથ્થાની અંદાજીત કિંમત પ્રતિ ટન રૂપિયા ૧૫૦૦/- લેખે કૂલ રૂપિયા ૨૨,૫૦૦/- તથા બીન વારસી ટ્રકની અંદાજીત કિંમત રૂપિયા ૨૦,૦૦,૦૦૦/-બંન્ને મળી કૂલ કિંમત રૂપિયા ૨૦,૨૨,૫૦૦/- અંકે રૂપિયા વીસ લાખ બાવીસ હજાર પાંચસો પુરાનો જથ્થો સીઝ કરવામાં આવેલ છે.
તા.૩૧/૧૨/૨૦૧૮ના રોજ સીઝ કરેલ રેતીનો જથ્થો ૨૭ ટન સીઝ કરેલ રેતીની કિંમત રૂપિયા ૪૦,૫૦૦/- તથા સીઝ કરેલ ગાડીની કિંમત રૂપિયા ૧૫,૦૦,૦૦૦/- મળી કૂલ ૧૫,૪૦,૫૦૦/- ગાડી તેમજ રેતીનો જથ્થો સીઝ કરાયો છે. આમ, ૨૦૦ ટન ગેરકાયદેસરની ટ્રકમાના સાદી રેતીના જથ્થાની કિંમત તથા ૮ ટ્રકની અંદાજીત કિંમત મળી કૂલ રૂપિયા ૧.૬૮ કરોડ અંકે રૂપિયા એક કરોડ અડસઠ લાખના પુરાનો જથ્થો સીઝ કરવામાં આવેલ છે. તેમ કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું છે.