- સુરેન્દ્રનગરની સબજેલમાં વારંવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી રહી છે. અચાનક સબજેલમાં ચેકીંગ હાથ ધરવામાં આવતા જેલ માંથી 6 મોબાઈલ ફોન મળી આવ્યા હતા
Surendranagar News : સુરેન્દ્રનગરની સબજેલમાં સંઘનન ચેકીંગ અને પહેરો હોવા છતાં વારંવાર આવા બનાવો બની રહ્યા છે. અગાઉ પણ સુરેન્દ્રનર સબ જેલમાથી મોબાઈલ મળી આવ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગરની મુખ્ય સબજેલની અલગ અલગ બેરેકો માંથી 6 મોબાઇલ ફોન મળી આવ્યા છે.
સુરેન્દ્રનગરની સબજેલમાં વારંવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી રહી છે. અચાનક સબજેલમાં ચેકીંગ હાથ ધરવામાં આવતા જેલ માંથી 6 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ બાબતે સુરેન્દ્રનગર સીટી પોલીસ મથકમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
કોની બેદરકારી સમજવી
જેલમાં અંદર જવા પર સંઘનન ચેકીંગ અને પહેરો હોય છે તો 6 મોબાઈલ ફોન જેલમાં ગયા કેવી રીતે હશે તે પણ સળગતો સવાલ સામે આવી રહ્યો છે. ત્યારે જેલર અને જેલ સિપાઈની કામગીરી શંકાના દાયરામાં આવી રહી છે. અહી ઉલ્લેખનીય છે કે આટલી સુરક્ષા વચ્ચે પણ જેલના બેરેકો સુધી વારંવાર મોબાઈલ ફોન પહોચી જાય છે. ત્યારે એવી ચર્ચાઓ પણ સામે આવી છે કે રૂપિયા આપે તો કેદીઓ સુધી તમાકુ ફાંકી જેવી વસ્તુઓ પણ જેલમાં જતી હોવાની ચર્ચા. તો હવે આ બાબતે કોની બેદરકારી સમજવી એ એક સળગતો પ્રશ્ન છે.