સાવધાન અહીં ખાડો છે, તંત્રને ફૂરસત નથી
તંત્ર દ્વારા તકેદારી ન લેવાતા લોકોએ ખાડા, ગટરનાં ઢાંકણા ઉપર સાવધાનીનાં બોર્ડ માર્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સાર્વત્રિક વરસાદ નોંધાવા પામ્યો છે ત્યારે ખાસ સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં સારા એવા વરસાદના પગલે અનેક રોડ રસ્તાઓનું ધોવાણ થવા પામ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં આવેલ અનેક રોડ-રસ્તાઓ ઉપરાંત ભૂગર્ભ ગટરના ઢાંકણા પણ તૂટી જવા પામ્યા છે જેના કારણે અવારનવાર આવા વાહન ચાલકોના વાહનો તૂટેલા ઢાંકણા ઓમા ફસાઈ જવા પામી રહ્યા ના દાખલાઓ સામે આવ્યા છે..
જ્યાં ૮૦ ફૂટના રોડ વિસ્તારમાં વરસાદ બાદ ભૂગર્ભ ગટરના ઢાંકણા ઉપરાંત મોટા ખાડા રોડ રસ્તા ઉપર પડી જવા પામ્યા છે ત્યારે ે આ વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા આ તૂટેલા ભૂગર્ભ ગટરના ઢાંકણા ઉપર લોકો જાગૃત બને તે હેતુથી ત્યાં પથ્થર મૂકવામાં આવ્યા છે જેના કારણે ભૂગર્ભ ગટરમાં વાહનો ફસાઈ જવા ન પામે..
ત્યારે બીજી તરફ તંત્ર કોઈપણ જાતનું ધ્યાન નહી દેતા આજુબાજુના વિસ્તારના લોકોમાં રોષના નો માહોલ સર્જાઈ જવા પામ્યો છે ત્યારે લોકો દ્વારા આવા ખાડાઓ ઉપર અને તૂટેલા ભૂગર્ભ ગટરના ઢાંકણા ઉપર “સાવધાન અહીંયા ખાડો છે તંત્રને ફુરસદ નથી” ના બોર્ડ મારવામાં આવ્યા છે. ત્યારે આગામી સમયમાં જિલ્લામાં હાલમાં પ્રશાસન નું શાસન છે ત્યારે આવા રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરના તૂટેલા ઢાંકણા ઓ નવા નાખવામાં આવે તેવી પ્રજામાં કરી રહી છે..