જળાશયોની જાળવણી, સમારકામ, સફાઇ કામ માટે કરોડોનું ‘આંધણ’ છતાં પરિણામ ‘શૂન્ય’
સુરેન્દ્રનગર જિલ્લાના ડેમો નું નિર્માણ વર્ષો પહેલા કરવામાં આવ્યા હોવાના પગલે અનેક જિલ્લાના ડેમો જર્જરીત હાલતમાં બની ચૂક્યા છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ખોટું પાણી વહી ન જાય અને ખેડૂતોને પિયત માટે પણ પાણી ગ્રામીણ વિસ્તારમાં પણ મળી રહે તેવા પ્રકારની વિચારણા કરી અને તંત્ર દ્વારા બોરી બંધો પણ જિલ્લામાં અનેક બાંધવામાં આવ્યા છે જેમાં સૌથી મોટો બોરી બંધ વઢવાણ માળોદ રોડ ઉપર તંત્ર દ્વારા વર્ષો પહેલા બાંધવામાં આવ્યો છે.
ત્યારે જિલ્લામાં તંત્રના વાંકે અને ખાસ કરીને જે ડેમો આવેલા છે તેનું ઘણા સમયથી રીનોવેશન ન કરાવવામાં આવ્યું હોય તે માટે હાલમાં મોટાભાગના ડેમો અત્યંત જર્જરિત હાલતમાં બની ચૂક્યા છે જેમાં ખાસ કરીને સૌથી મોટો બોરી બંધ ગણાતો વઢવાણ નજીક આવેલો ડેમ તળિયાથી ફાટી ગયો છે અને પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ખાસ કરી વઢવાણ પંથકના પાંચ ગામોને વપરાશ માટે તેમજ પિયત માટે આ ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે આ બોરી બંધ અંદાજિત 2000 ની સાલમાં બનાવવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ આ ડેમ નીચેના ભાગેથી લીકેજ થઈ જતા ડેમમાં પાણી રહેતું નથી અને સમગ્ર જે ડેમનું પાણી છે તે ભોગાવો નદીમાં વઈ જઈ રહ્યું હોવાની વિગતો ખેડૂતો પાસેથી મળી રહ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પંથકમાં આવેલો ફલકુ ડેમ પણ અત્યંત જર્જરીત હાલતમાં બની ચૂક્યો છે. થોડા સમય પહેલા ફલકુ ડેમમાં દરવાજા તૂટી જતા પાણીનો ફેરફાર થયા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા હતા પરંતુ તેનું તો રીનોવેશન તંત્ર દ્વારા કરાવવામાં આવ્યું છે પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ ફલકુ ડેમમાં અને જગ્યાઓ ઉપરથી બાંધકામમાં તાળા પડી ગયા છે તેમાંથી પણ પાણી લીકેજ થઈ રહ્યું છે.
સરકાર દ્વારા ધોળી ધજા ડેમને પિયત માટે નો ડેમ આરક્ષિત કરવામાં આવ્યો છે ત્યારે ધોળી ધજા ડેમની મૂળભૂત સપાટી 24 ફૂટની છે અને આ ડેમમાંથી બોટાદ મોરબી રાજકોટ જામનગર સહિતના જિલ્લાઓને કેનાલ મારફતે તથા સૌની યોજનાની પાણીની પાઇપલાઇન મારફતે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે મૂળભૂત સપાટી ડેમની 24 ફૂટ જેટલી છે પરંતુ છેલ્લા અનેક વર્ષોથી આ ડેમની સાફ સફાઈ કરવામાં આવી નથી એટલે સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ છીછરો બની ચૂક્યો છે.
ફલકુ ડેમનું બાંધકામ નબળું પડ્યું ધીમી ધારે લીકેજ સર્જાયુ
ધાંગધ્રા વિસ્તારને પાણી પૂરું પાડતો ફલકુ ડેમ પણ અત્યંત જર્જરીત હાલતમાં બની ચૂક્યો છે વર્ષો પહેલા તંત્ર દ્વારા ધાંગધ્રા વાસીઓને પીવાનું તથા વપરાશનું પાણી નિયમિતપણે મળી શકે તે માટે ફલકુ ડેમ નું નિર્માણ કરવામાં આવ્યું હતું તેની સપાટી પણ અંદાજિત 22 ફૂટ જેટલી છે અને હાલની પરિસ્થિતિ મુજબ પણ ફલકુ ડેમમાં પાણીની પરિસ્થિતિ સારી છે પરંતુ ફલકુ ડેમમાં અનેક જગ્યાઓ ઉપર બાંધકામમાં તાળાઓ પડ્યા છે અને ધીમીધારે તે પણ લીકેજ નો ભોગ બની ચૂક્યો છે.
દર વર્ષે સરકાર કરોડો રૂપિયા ડેમ સફાઈ તેમજ રીપેરીંગ પેટે ફાળવી રહી છે પરંતુ પરિણામ શૂન્ય
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ચેક ડેમો તેમજ મુખ્ય પાણી પૂરું પાડતા કે ડેમો આવેલા છે તેના સમારકામ પાછળ સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે પરંતુ કાગળ ઉપર તમામ પ્રકારે ડેમ સુરક્ષિત હોવાના દાવાઓ કરવામાં આવતા હોય છે અને સાફ-સફાઈ થઈ ગયા હોય એવા રિપોર્ટ પણ ફક્ત કાગળ ઉપર આપી દેવામાં આવતા હોય છે પરંતુ રિયાલિટી ચેક કરતા જાણવા મળી રહ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ચેક ડેમો તથા મુખ્ય પાણી પૂરું પાડતા ડેમો છે તે અત્યંત જર્જરીત હાલતમાં બની ચૂક્યા છે
આ ડેમ તૂટશે તો કોણ જવાબદાર રહેશે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે ડેમની સાફ-સફાઈ કરવામાં આવતી ન હોવાના કારણે જિલ્લાના નાયકા તેમજ ત્રિવેણી ઠાંગા તેમજ થોરિયાળી જેવા ડેમો જમીન દોષ થઈ ગયા છે ત્યારે ધોળી ધજા ડેમની પણ સપાટી ઘટી ગઈ છે અને પાણી સંગ્રહ ઓછું થઈ રહ્યું છે ત્યારે આગામી સમયમાં આ મામલે ડેમ સફાઈ તેમજ રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે તેવી માંગણી તંત્ર સમક્ષ લોકોની ઉઠી છે.