રોજગારી છીનવાતા હોબાળો: આશ્ર્વાસન આપી મામલો શાંત પાડ્યો
સુરેન્દ્રનગર શહેરના જાહેર માર્ગો ઉપરથી ૫૦૦થી વધુ લારીવાળાઓને ધંધો રોજગાર કરતા અટકાવી અને ખસેડવામાં આવતા ધંધો રોજગાર છિનવાઈ જવાના કારણે ૫૦૦થી વધુ પરિવારજનો બેકાર બન્યા છે ત્યારે આ પરિવારજનોના રોજીરોટીનો સવાલ ઉદ્ભવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર વઢવાણના ધારાસભ્ય ધનજીભાઇ પટેલને શાક બકાલા વાળા લારીઓવાળા રજૂઆત કરવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા ધનજીભાઈ પટેલ આ લારી બકાલા વાળાઓને આશ્વાસન આપતા મામલો શાંત પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં મોટી શાકમાર્કેટ તેમજ જાહેર માર્ગો ઉપર આડેધડ લારીઓ રાખી અને શાકભાજી તેમજ ફ્રુટનો તેમજ અન્ય વ્યવસાય કરતા ૫૦૦થી વધુ લારીવાળાઓને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પાડી અને જાહેર માર્ગો ઉપર ટ્રાફિક સમસ્યા સર્જાતા જેઓને ત્યાંથી ખસેડી અને અન્ય જગ્યાએ ફીટ કરવા માટેની સુચના આપવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર શહેરના સિટી પી. એસ આઈ ચૌહાણ તેમજ સુરેન્દ્રનગર ટ્રાફિક શાખાના એ રવાડીયા તેમજ ટ્રાફિક શાખાના કર્મચારીઓ અને સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યા સહિતના અધિકારીઓ દ્વારા સુરેન્દ્રનગર શહેરના ધાંગધ્રાના ઉતારામાં ૫૦૦ જેટલા લારીવાળાઓને ભેગા કરી અને શહેરમાં ટ્રાફિક સમસ્યા સર્જે છે જેમને રિવરફ્રન્ટ ઉપર જગ્યા ફાળવી હોવા છતાં પણ ન જવાનું કારણ પૂછવામાં આવતા ત્યારે લારીના ધંધાર્થીઓ જણાવ્યું કે, ત્યાં વ્યાપાર રોજગાર થતો નથી જેના કારણે લારીઓવાળા બકાલા ફ્રુટવાળા તેમાંય ધંધાર્થીઓ રિવરફ્રન્ટ ઉપર જવા માટે તૈયાર થતા નથી ત્યારે આ અંગેની તાત્કાલિક અત્યારે નિર્ણય લઇ અને ૫૦૦થી વધુ લારીના ધંધાર્થીઓને ખસેડવામાં આવ્યા હતા અને જાહેર માર્ગો ઉપર રાખે તો આચારસંહિતાનો ભંગ અને તેની ઉપર ફરિયાદ સહિતની કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી હતી ત્યારે છેલ્લા ચાર દિવસથી ધંધા-રોજગાર છિનવાઈ જવાના કારણે બકાલા વાળા અને ફ્રુટવાળા તેમજ અન્ય ધંધાર્થીઓ બેકાર બની ગયા હતા ત્યારે મોટાભાગના ધંધાર્થીઓ બહારથી વ્યાજે પૈસા લાવી અને ધંધો કરતા હોવાના કારણે તેમના રોટેશનમાં પણ તકલીફ ઊભી થઈ હોવાનું જણાવ્યું હતું ત્યારે આ ધંધાર્થીઓ પોતાની રજૂઆત કરવા માટે ગઈકાલે વઢવાણના ધારાસભ્ય ધનજીભાઇ પટેલને રજૂઆત કરવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા ત્યારે ધનજીભાઈ પટેલ દ્વારા વહીવટીતંત્રને પૂછપરછ કરવામાં આવી હતી અને આ ધંધાર્થીઓને ખસેડવા પાછળનું કારણ પૂછવામાં આવતા જેમાં પણ ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાનું જણાવવામાં આવ્યું હતું ત્યારે ધારાસભ્ય ધનજીભાઇ પટેલ લારી પાથરણાવાળા તેમજ ફ્રુટવાળા સહિતના નાના મધ્યમ વર્ગના પરિવારોના ધંધા-રોજગાર છીનવાઈ જવાના કારણે તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેનું જણાવ્યું હતું ત્યારે ૫૦૦થી વધુ ધંધાર્થીઓ ધનજીભાઈ પટેલને રજૂઆત કરી છે ત્યારે આ અંગેનું નિરાકરણ લાવવા ધનજીભાઈ હાલ તો ખાતરી આપવામાં આવી છે પરંતુ સુરેન્દ્રનગર શહેરમાં સર્જાતી ટ્રાફિક સમસ્યાનું મોટામાં મોટું જો કારણો હોય તો આ નાના મોટા ધંધાર્થીઓ છે તેઓ પણ હાલમાં વહીવટી તંત્રે જણાવ્યું હતું ત્યારે ધનજીભાઈ પટેલ દ્વારા આ અંગેનો નિર્ણય અધિકારીઓને આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આ લોકોને ધંધા-રોજગાર ચાલે તેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું.