ફાલ અને જીંડવા બેસી ગયા છે ત્યારે રોગ દેખાતા મુશ્કેલી વધી
ચોમાસામાં કપાસનુ વાવેતર ખેડૂતો કરવામા આવે છે. પાક નીકળવાની તૈયારીમાં છે. ત્યારે કપાસના પાકમાં ગુલાબી ઈયળ અને ચુસીયાના રોગથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ત્યારે દવાનો છટકાવ કરી પાકને નુકશાન થતુ બચાવી શકાય છે તેમ કૃષિ નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું હતુ.ધ્રાંગધ્રા પંથક પીયત વિસ્તાર છે બોર અને નર્મદાની કેનાલ સુવિધા હોવાંથી ચોમાસામાં 25,000 હેકટરમાં કપાસનુ વાવેતર કરેલુ છે. આ અંગે ખેડૂત ડાયાભાઈ દલવાડીએ જણાવ્યું કે કપાસના પાકનુ વાવેતર કરી સારી કમાણી કરવાની ખેડૂતોને આશા હતી. પણ પાક ઉપર આવી ગયા છે. ત્યારે થોડા દિવસથી ગુલાબી ઈયળ અને ચુસીયાનો રોગનો ઉપદ્રવ વધતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે.
ત્યારે ખેડૂતોને મોમા આવેલો કોળીયો ઝુટવાઈ જવાની ભીતી સતાવી રહી છે. ચોમાસામાં વરસાદ બાદ રોગના નુકસાનથી ખેડૂતોને પડ્યા પર પાટુ જેવા હાલ થયા છે. ત્યારે આ અંગે કૃષિ નિષ્ણાત ભાઈલાલભાઈ પટેલે જણાવ્યું કે કપાસમાં ગુલાબી ઈયળ ચુસીયા રોગને લઈને નુકશાન થાય છે.આથી પાકમાં માઈકોઝેમ પાવડર અને પ્રોફેનોફોસના દવાનો છંટકાવ કરી નિયંત્રણ મેળવી શકાય છે. અને જો જરૂર જણાય તો કૃષિ નિષ્ણાંતને રૂબરૂ મળી તેમની લેવડાવી સલાહ લેવી જોઈએ.