એક તરફ જિલ્લામાં બાળક દત્તક લેવા માટે શિશુ ગૃહની સંસ્થાઓમાં 4 વર્ષનું વેઇટિંગ
વળોદ નજીકથી 6 મહિનાનું બાળક ત્યજી દેવાનો બનાવ બનતા ચકચાર અજાણી મહિલા દ્વારા 6 મહિનાનું બાળક ત્યજી મહિલા ફરાર બની
સુરેન્દ્રનગર જિલ્લાના જાહેર રોડ રસ્તાઓ તેમજ ખાડી વિસ્તારોમાંથી બાળકો ત્યજી દીધેલી હાલતમાં મળી આવવાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા આઠ મહિનામાં રજડતી હાલતમાં 11 જેટલા બાળકો મળ્યા છે અને આ બાળકોને આગેવાનો તેમજ ગ્રામજનો દ્વારા શિશુ કુંજ સંસ્થાને સોંપવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક જાહેર રોડ રસ્તા ઉપરથી બાળક મળવાનો કિસ્સો સામે આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વડોદ ગામ નજીકથી છ મહિનાનું દીધેલું બાળક સ્વસ્થ હાલતમાં મળી આવ્યું છે. ત્યારે પ્રાથમિક તપાસમાં મળતી વિગત અનુસાર અમદાવાદ રાજકોટ હાઇવે ઉપર વડોદ ગામ નજીક કોઈ મહિલા આ બાળકને મૂકી અને જતી રહી હોવાનું ગ્રામજનો અને સૂત્રો પાસેથી વિગતો મળી રહી છે ત્યારે આ મામલે રડતી હાલતમાં બાળક મળતા તાત્કાલિક પણે ગ્રામજનો અને સરપંચ દ્વારા પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો છે અને 108 મારફતે સારવાર માટે આ બાળકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
ત્યારે છ મહિનાનું બાળક રોડ ઉપરથી મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે આ મામલે પોલીસ પણ ઘટના તને દોડી જઈ સૌપ્રથમ વઢવાણ સરકારી હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જવામાં આવ્યું હતું આ બાળકને ત્યારબાદ સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલમાં સામાન્ય સારવાર બાદ આ બાળક સંપૂર્ણપણે સ્વસ્થ હોય ત્યારે આ બાળકનો કબજો શિશુ ગૃહને સોંપવામાં આવ્યો છે અને પોલીસ તંત્ર દ્વારા આ કોણ મહિલા બાળક મૂકી ગઈ તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ત્યારે આ મામલે ગ્રામજનોએ પોલીસને જાણકારી આપી હતી અને ગામની એક મહિલા આ બાળકને સાચવવા માટે સેવા કાર્યમાં લાગી હતી સંપૂર્ણપણે સ્વસ્થ બાળક હોવાથી હાલની પરિસ્થિતિમાં શિશુ ગૃહમાં બાળકને સોંપવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ રાજકોટ હાઇવે ઉપર વડોદ ગામ નજીકના બાળકને કોઈ મૂકી ગયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે મહિલા દ્વારા બાળકને ત્યજી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળતા પોલીસે આ બાબતે આગળ તપાસ હાથ ધરી રહી છે ત્યારે હજુ સુધી કોઈ પણ પ્રકારની પોલીસને પણ ભાળ મળી નથી.
ઘરેલુ હિંસાનો બનાવ હોવાનું પ્રાથમિક તારણ
સુરેન્દ્રનગર જિલ્લામાં ઘરેલુ હિંસાના બનાવો પણ વધ્યા છે ખાસ કરીને લગ્ન કર્યા બાદ પતિ પત્નીના ઝઘડાઓ વધતા જઈ રહ્યા હોવાનું કારણ સામે આવી રહ્યું છે ત્યારે ખાસ કરીને તેની અસર તેમના બાળકો ઉપર પડતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે વડોદ નજીક કોઈ મહિલા 6 મહિનાનું બાળક મૂકી અને ફરાર બની છે ત્યારે આ મામલે કરેલું હિંસા અને ઘરેલું ઝઘડાઓનું કારણ હોય પતિ પત્ની અથવા કોઈપણ પ્રકારે ઘરેલુ હિંસા આપવામાં આવતી હોવાના મામલે આ બાળકને મહિલા મૂકી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે છ મહિનાનું બાળક મૂકી અને ફરાર મહિલા બની ગઈ છે ત્યારે ઘર કંકાસ અને ઝઘડાના કારણે આ પ્રકારની ઘટના બની હોવાનું તજજ્ઞ જણાવી રહ્યા છે.