સિવિલ, ઓટોમોબાઈલ, મિકેનિકલ, ઈલેકટ્રીકલના છાત્રો જોડાયા
સી.યુ.શાહ સરકારી પોલીટેકનીક સુરેન્દ્રનગર દ્વારા ગુજરાત સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી હેઠળ વિદ્યાર્થીઓમાં છુપાયેલી ક્ષમતાઓને પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુ સાથે તા.૧૦ બુધવારના રોજ પ્રોજેકટ એકસ્પો-૨૦૧૯નું આયોજન કરેલ. આ ઈવેન્ટમાં સિવિલ, ઓટો મોબાઈલ, કેમિકલ, ઈલેકટ્રીકલ, કોમ્પ્યુટર થતા સીએસીડીડીએમ વિદ્યા શાખાના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. વિદ્યાર્થીઓએ પોતાના પ્રોજેકટસને મોડેલ લીવ ડેમો તથા પોસ્ટર પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કર્યા હતા.
આ પ્રોજેકટ એકસ્પોમાં બધુ વિદ્યા શાખાઓમાંથી ૬૦થી વધારે પ્રોજેકટનું એક્ઝિબીશન કરવામાં આવ્યું હતું. તા.૧૦-૪-૨૦૧૯ના રોજ સવારે ૯ કલાકે તજજ્ઞો તેમજ આમંત્રીત મહાનુભાવોનું મોમેન્ટો આપી પ્રોજેકટ એકસ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારબાદ સંસ્થાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસીનું મહત્વ સમજાવી તથા િવદ્યાર્થીઓ વધારેને વધારે આવા આયોજનમાં ભાગ લે તે માટે પ્રોત્સાહિત કરીને આ આયોજનને ખુલ્લુ મુકવામાં આવેલ હતું.
ત્યારબાદ પ્રત્યેક વિદ્યા શાખાના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓના પ્રોજેકટનું મુલ્યાંકન કરવામાં આવ્યું. આ આયોજન માટે વિદ્યાર્થીઓએ બફનાવેલ વિવિધ પ્રકારના મોડેલ્સ પ્રેઝન્ટેશન અને શણગારને નિહાળી મહેમાનો તેમજ ઉપસ્થિત દર્શકોએ વિદ્યાર્થીની મહેનત કલ્પનાશક્તિ તથા નવીનીકરણની પ્રસંશા કરી હતી. ત્યારબાદ બપોરે ૨ વાગ્યે વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ અને મેડલ્સ આપીને પ્રોત્સાહિત કરી આયોજનનું સમાપન કરવામાં આવેલ હતું.