નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના વહીવટ પણ શહેરી વિસ્તારની સ્ટ્રીટ લાઇટો બંધ
શહેરના રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે ડાધુઓ ઘરેથી ટોર્ચ લાઈટ લઈ અને અગ્નિસંસ્કાર કરવા પહોંચ્યા.
સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં આમ તો કરોડો રૂપિયાના વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે રોડ રસ્તા ભૂગર્ભ ગટર સહિતના કામો કરવામાં આવી રહ્યા છે તેવા સંજોગોમાં બીજી તરફ આવા કામો યોગ્ય રીતે ન થતા હોવાની પણ રાવ ફરિયાદ ઉઠવા પામી છે એક તરફ કરોડો રૂપિયાનો ખર્ચો નગરપાલિકા કરી રહી છે પરંતુ વાસ્તવિકતા ની દ્રષ્ટિએ પાલિકા પૂર્તિ વ્યવસ્થા અને પૂરતી શવલતો શહેરી વિસ્તારમાં આપવામાં નિષ્ફળ નિવડી હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાની વધુ એક બેદરકારી ભર્યો કિસ્સો સામે આવ્યો છે શહેરી વિસ્તારની સ્ટ્રીટ લાઈટો છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ કુંભાર પરા વિસ્તાર સહિતના જે વિસ્તારો છે તેમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે તેવા સંજોગોમાં વારંવાર શહેરીજનો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ આવી સ્ટ્રીટલાઇટો રીપેરીંગ અથવા નવી ન નખાતી હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે.
ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા ની કામગીરી સામે સવાલ ઉભો કરતો કિસ્સો સામે આવ્યો છે ગઈકાલે સાંજના સમયે સુરેન્દ્રનગર શહેરના પોપટ પરા વિસ્તારમાં સવાભાઈ થરેસાનું મૃત્યુ થવા પામ્યું હતું ત્યારે રાત્રિ દરમિયાન તેમને અગ્નિ સંસ્કાર આપવા માટે સમસાન એ લઈ જવામાં આવ્યા હતા પરંતુ શહેરી વિસ્તારમાં સ્ટ્રીટલાઇટો ન હોવાના કારણે તે અગ્નિ સંસ્કાર આપવા જઇ રહેલા ડાઘુઓ દ્વારા ટોર્ચ લાઈટ નો સહારો લેવો પડ્યો હતો.
ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સ્થાનિક લોકો દ્વારા વીડિયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે એક તરફ સ્ટ્રીટલાઇટો પાછળ પાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે ત્યારે હવે લોકોને જીવ તે જીવતો ઈલેક્ટ્રીક લાઇટો ની સગવડ મળી રહી નથી પરંતુ મૃત્યુ બાદ પણ અગ્નિસંસ્કાર માટે ટોર્ચ લાઈટ નો સહારો લઇ અને મૃતકોને અગ્નિસંસ્કાર માટે લઈ જવા માટે શહેરીજનોને મજબૂર બનવું પડી રહ્યું છે.
એક તરફ પાલિકા વિકાસના દાવા કરી રહ્યું છે કરોડો રૂપિયાના કામો થયા હોય તેવા નેતાઓ બળગા ફૂંકી રહ્યા છે પરંતુ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારની વાસ્તવિકતા કાંઈક અલગ છે સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓ લોકોને મળી રહી નથી ખાસ કરીને સ્મશાન આવેલું છે તેની સ્ટ્રીટ લાઈટો પણ બંધ હાલતમાં છે ત્યારે લોકોના ઘરેથી ટોર્ચ લાઈટના સહારે મૃતકને અગ્નિ સંસ્કાર આપવા માટે લઈ જવા પણ મજબૂર બની રહેવું પડે છે.
ત્યારે આવા વિકાસના દાવા કેટલા યોગ્ય તે પણ એક પાલિકા સામે સવાલ ઉભરી રહ્યું છે કારણ કે એક તરફ પાલિકાના સત્તાધીશો દ્વારા શહેરીજનોની આંખ આડે કાળું કપડું બાંધી અને વાસ્તવિક પરિસ્થિતિ અલગ દેખાડવામાં આવી રહી છે મોટા મોટા બણગાં ફુકવામાં આવી રહ્યા છે અમે આમ કર્યું અમે તેમ કર્યું અમે રસ્તા કર્યા અમે લાઈટો નાખી અમે પ્રજાની સુવિધામાં વધારો કર્યો અમે સાચા પ્રજાના સેવકો છીએ તેમ કહેતા કોર્પોરેટરો પણ શહેરી વિસ્તારમાં નજરે પડતા હોય છે.