સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ દારૂ અને જુગાર જેવી અસમાજીક પ્રવૃત્તિઓ દિન-પ્રતિદિન વધી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે જેને ધ્યાને લઈ જીલ્લા પોલીસવડાની સુચનાથી સુરેન્દ્રનગર ડીવાયએસપી સ્કોર્વડની ટીમે શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જેમાં બાતમીના આધારે શહેરની મધ્યમાં આવેલ માઈ મંદિર પાસે, મારવાડી લાઈન સામેના વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાંથી 20 શખ્સોને દેશી દારૂની મહેફીલ માણતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને એ ડિવીઝન પોલીસ મથકે તમામ વિરૂધ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના માઈ મંદિર વિસ્તારમાં આવેલ મારવાડી લાઈન સામે કાળુભાઈ ચકીવાળી ગલીમાં મનીષ ઉર્ફે મુન્નો કિશોરભાઈ ખાંભડીયાની માલીકીના મકાનમાંથી દારૂની મહેફીલ માણી દારૂ પીધેલી હાલતમાં તેમજ બે પ્લાસ્ટીકના કેનમાં 25 લીટર દેશી દારૂ કિંમત રૂા.500 સાથે મહેફીલ માણતા 20 શખ્સો (1) વિપુલ દિલીપભાઈ સાપરા (2) સુરેશભાઈ ભોપાભાઈ ગોવિંદીયા (3) સનીભાઈ ધનજીભાઈ કોડીયા (4) આશિષભાઈ રમેશભાઈ ખાંભડીયા (5) દીપકભાઈ ઉર્ફે ચકો વશરામભાઈ સલુરાઈ (6) મોસીનભાઈ મોતીભાઈ ચૌહાણ (7) ભરતભાઈ જયંતીભાઈ લુકમ (8) હિતેષભાઈ સોમાભાઈ દેથાળીયા (9) ચમનભાઈ રામજીભાઈ પરમાર (10) ગીરીશભાઈ અરવિંદભાઈ મકવાણા (11) વિનોદભાઈ નાનજીભાઈ સાવળીયા (12) મુકેશભાઈ મગનભાઈ પાટડીયા (13) ગણપતભાઈ નાનુભાઈ કાંજીયા (14) વાધજીભાઈ જીવણભાઈ અધારા (15) આશીફભાઈ નૈસુદભાઈ મુલતાની (16) ધર્મેશભાઈ રજનીકાંતભાઈ ફીચડીયા (17) અલ્પેશભાઈ નટુભાઈ મોટપીયા (18) શૈલેષભાઈ રસીકભાઈ મેમકીયા (19) પ્રકાશભાઈ બચુભાઈ વાઘેલા (20) તાપસ દેબનાથ કાયલ અને (21) મનીષ ઉર્ફે મુન્નો કીશોરભાઈ ખાંભડીયા તમામ રહે. સુરેન્દ્રનગર શહેરવાળાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને એ ડિવીઝન પોલીસ મથકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી. આ સમગ્ર રેઈડ જીલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાન સુચનાથી ડીવાયએસપી એચ.પી.દોશીની ટીમે રેઈડ કરી હતી.