• ક્રાઇમની ઘટનામાં વધારો : ઉમરા પોલીસે  બાળકિશોરને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો
  • 8.94 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

સુરત ન્યૂઝ : સુરત શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ચોરી, લૂંટફાટ, મારામારી જેવી ઘટના સતત વધી રહી છે. ત્યારે સુરતના ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલ ચોરીની ઘટનામાં ઉમરા પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે 8.94 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ વાસ્તુ લક્ઝૂરીયા બિલ્ડીંગના ફ્લેટમાં ચોરીની ઘટના સામે આવી હતી. ફ્લેટમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થઈ હતી. આ બાબતે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસે ફરિયાદ દાખલ કરીને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી. ઉમરા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરા તેમજ ટેકનીકલ એનાલિસિસ ઉપરાંત એફએસએલની ટીમની મદદથી ગુનાની જગ્યા પર ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસના અંતે પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલ કાઢ્યો છે અને ઉમરા પોલીસ દ્વારા ચોરીના ગુનામાં ભાગતા ફરતા કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકિશોરની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી સોના-ચાંદીના દાગીના ઉપરાંત રોકડ રકમ સહિત કુલ 8.94 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ભાવેશ ઉપાધ્યાય 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.