ડો. સૈયદના સાહેબના લાંબા પ્રવાસથી વ્હોરા બિરાદરોમાં ખુશાલીના ઘોડાપુર
સુરત શહેરમાં ગત મંગળવારે પધારેલ દુનિયાભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઇ (સર્વોચય ધર્મગુરુ) નામદાર ડો. સૈયદના અબુ જાફરુસ્સાદિક આલીકદર મુફદ્દલ સૈફદ્દીન (ત ઉ શ ) આજે શુક્રવારે જોહરની નમાઝ વિખ્યાત મસ્જીદ એ મોઅઝઝમમાં પઢાવશે આ અંગે તેમની ઇમામત હેઠળ નમાઝ પઢવા અને દીદાર કરવા ઝાંપા બજારમાં સવારથી જ તેમના અનુયાયીઓની હકડેઠઠ ભીડ જામી છે તાજદાર ડો. સૈયદના સાહેબ હાલ તેવો સુરત નજીકના ડુમ્મસ ખાતે આરામ ફરમાવી રહ્યા છે. તેવોને ૭૬ વર્ષની વૃઘ્ધાવસ્થા હોવા છતાં પોતાના અનુયાયીઓના સુખ દુ:ખમાં મદદ કરવાના હેતુથી વિશ્ર્વના ખુણે ખુણે રહેતા એમના અનુયાયીઓ પાસે ત્રેપનમાં ધર્મગુરુની ગાદી સંભાળી ત્યારથી એક પણ મીનીટનોસમય બગાડયા વગર પહોંચી જાય છે. આગામી તા. ૧૭ ડીસેમ્બરના રોજ આજીવન સેવાવ્રત પાળનારા પ્રખર માનવતાવાદી દિવંગત સૈયદના બુરહાનુદ્દીન સાહેબનો ૧૦૯મો જન્મદિવસ અને પોતાનો ૭૬મો જન્મોત્સવની ઉજવણી કરવા હાલ ડો સૈયદના સાહેબ લાંબા પ્રવાસેથી તેઓ સુરત પધરામણી કરતા વ્હોરા બિરાદરોમાં ખુશાલીના ઘોડાપુર ઉમટયા છે. આ ૭૬માં જન્મોત્સવ ની ઉજવણી કરવા હાલ ડો. સૈયદના સાહેબ લાંબા પ્રવાસેથી તેઓ સુરત પધરામણી કરતા વ્હોરા બિરાદરોમાં ખુશાલીના ઘોડાપુર ઉમટયા છે. આ જન્મોત્સવમાં દેશ વિદેશથી વિવિધ ટોચના મહાનુભાવો સુરત આવી સૈયદના સાહેબને ખાસ શુભેચ્છાઓ પાઠવશે.
જન્મોત્સવને લઇ વ્હોરા વિસ્તારો નવોઢાની જેમ શણગાર કરાયો છે. આ દરમિયાન સૌરાષ્ટ્રના ગામેગામથી બહોળી સંખ્યામાં વ્હોરા બિરાદરો સુરત જઇ સૈયદના સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કરશે આજે શુક્રવારે સૈયદના સાહેબની ઇમામત હેઠળ નમાઝ પઢવા માટે મુંબઇ, ઇન્દોર, વલસાડ વડોદરા જેવા અનેક ગામોના અનુયાયીઓ સવારથી સુરત આવી ગયા છે.