- 4 જેટલી વિદ્યાર્થીની ઓ સાથે છેડતી થઈ હોવાનું સામે આવ્યું
- વિદ્યાર્થીનીને પોતાનાં રૂમમાં બોલાવી શારીરીક અડપલા કર્યા
- આચાર્ય યોગેશ પટેલ છેલ્લા 10 વર્ષથી આશ્રમ શાળામાં આચાર્ય તરીકે બજાવે છે ફરજ
- તમામ વિદ્યાર્થિનીઓના નિવેદનો લઈ આગળની બધું તપાસ હાથ ધરી
સુરત: આદિજાતિ વિભાગ દ્વારા ચાલતી આશ્રમ શાળામાં મોટે ભાગના આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે આદિવાસી વિદ્યાર્થીનીઓ સાથે આ રીતે શારીરિક અડપલા થતાં આદિવાસી સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે,સમગ્ર ઘટનાને લઈ આદિવાસી સમાજના આગેવાનોએ નરાધમ આચાર્યને કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે,આશ્રમ શાળામાં ગરીબ આદિવાસીના બાળકો અભ્યાસ કરે છે ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ગુરુ સમાન હેવાન નરાધમે નિમ્ન કૃત્ય કરતાં લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે,હાલ પોલીસે નરાધમ આચાર્યની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સુરત જીલ્લાનાં માંડવી તાલુકાનાં નરેના આશ્રમ શાળામાં વિદ્યાર્થીનીઓની છેડતીનો બનાવ સામે આવ્યો છે, ગુરુ અને શિષ્ય ના સંબંધ ને સર્મસાર કરતી આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, આ બનાવ તા. ૨૪ જૂલાઈનો છે. આશ્રમ શાળાનાં આચાર્ય યોગેશ નાથુ પટેલે વિદ્યાર્થીનીને પોતાનાં રૂમમાં બોલાવી શારીરીક અડપલા કર્યા હતા. જે બાદ સમગ્ર મામલે સુરત જીલ્લા આદિજાતિ આશ્રમ શાળા અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી,ફરિયાદ ને આધારે પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં આશ્રમ શાળાની એક નહી પરંતુ ૪ જેટલી વિદ્યાર્થીની ઓ સાથે છેડતી થઈ હોવાનું સામે આવ્યું હતું,પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ વિદ્યાર્થિનીઓ ના નિવેદનો લઈ આગળની બધું તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત નરેન આશ્રમ શાળામાં કુલ 80 વિદ્યાર્થીનીઓ છે. જેમાંથી મોટા ભાગની વિદ્યાર્થીનીઓ સાથે આચાર્ય દ્વારા છેડતી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે હાલ પોલીસે 4વિદ્યાર્થીનીઓને ભોગ બનનાર તરીકે રાખી છે. તેમજ અન્ય વિદ્યાર્થીનીઓની પૂછપરછ ચાલી રહી છે,નરાધમ આચાર્ય યોગેશ પટેલ છેલ્લા 10 વર્ષથી આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતો હતો ત્યારે હજુ કેટલી વિદ્યાર્થિની ને આચાર્યએ હવસ નો શિકાર બનાવી છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
આદિજાતિ વિભાગ દ્વારા ચાલતી આશ્રમ શાળામાં મોટે ભાગના આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે આદિવાસી વિદ્યાર્થીનીઓ સાથે આ રીતે શારીરિક અડપલા થતાં આદિવાસી સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે,સમગ્ર ઘટનાને લઈ આદિવાસી સમાજના આગેવાનોએ નરાધમ આચાર્યને કડક માં કડક સજા થાય તેવી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે,આશ્રમ શાળામાં ગરીબ આદિવાસી ના બાળકો અભ્યાસ કરે છે ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ગુરુ સમાન હેવાન નરાધમે નિમ્ન કૃત્ય કરતાં લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે,હાલ પોલીસે નરાધમ આચાર્યની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.