સુરત સમાચાર

સુરતના સિંગણપોર વિસ્તારમાં ગ્રીન્ડર એપથી વિદ્યાર્થીના સંપર્કમાં આવેલ શખ્સોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી મોબાઈલમાં વિડીયો ઉતારી બ્લેકમેલ કરતા પોલીસ દ્વારા  ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી મુખ્ય આરોપી સહિત ચાર શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ દ્વારા વિધાર્થી જોડે આચરવામાં આવેલ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો મોબાઈલ વિડીયો બનાવી ટુકડે ટુકડે 15 હજાર રૂપિયા જેટલી રકમ ઓનલાઈન પડાવી લેવામાં આવી હતી. જ્યાં વધુ રૂપિયાની માંગણી કરી બ્લેકમેલ કરતા મામલો પોલીસ મથક સુધી પોહચ્યો હતો.

Screenshot 5

સુરતના નાની વેડ રોડ વિસ્તારમાં રહેતા વિધાર્થીએ પોતાના મોબાઈલમાં ગ્રીન્ડર એપ્લિકેશન ડાઉનલોડ કરી રાખી હતી. આ એપ્લિકેશનના માધ્યમથી વિધાર્થી તબરેજ અને સૌકત નામના ઇસમના સંપર્કમાં આવ્યો હતો. જ્યાં તમામ વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. મિત્રતા કેળવ્યા બાદ તબરેજ અને સૌકત વારંવાર વિધાર્થી જોડે એપ્લિકેશનની મદદથી ચેટ કરતા હતા. વિધાર્થીને વિશ્વાસમાં લીધા બાદ બંને શખ્સઓએ મળવા માટે બોલાવ્યો હતો. જ્યાં બળજબરીપૂર્વક નજીકમાં આવેલ એક ખેતરમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જેનો વિડીયો પણ મોબાઈલમાં ઉતારી લેવાયો હતો.

જે વીડિયોના આધારે આરોપીઓ દ્વારા વિધાર્થીને બ્લેકમેલ કરવાની શરૂવાત કરી હતી. વિદ્યાર્થી પાસે રહેલા મોબાઈલમાંથી પણ ઓનલાઇન 10000 રૂપિયા જેટલી રકમ અન્ય મોબાઇલમાં ટ્રાન્સફર કરાવી લેવામાં આવી હતી. ત્યારબાદ વધુ 5000 રૂપિયા જેટલી રકમ પણ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પડાવી લેવાઈ હતી. જો કે આ બંને ઈસમો અહીં સુધી અટક્યા નહોતા. બાદમાં વોટ્સએપ કોલ કરી વધુ 5000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જ્યાં રૂપિયા આપવામાં અસમર્થ વિદ્યાર્થીએ પોતાના સંબંધીને આ બાબતની જાણ કરી હતી. સંબંધી દ્વારા વિદ્યાર્થીને હિંમત આપતા સીંગણપોર પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ આપવામાં આવી હતી. જે ફરિયાદના આધારે તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરી આરોપી સૌકત અને તબરેજની ધરપકડ કરવામાં આવી હતી.

સિંગણપોર પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરતા અબ્દુલ વાજીદ અબ્દુલ ખાલીદ સૈયદ અને ઇમરાન ઈકબાલ ખલીફા નામના શખ્સોની પણ સંડોવણી બહાર આવી હતી. જે આરોપીઓની પણ ધરપકડ કરી તમામને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. આમ,આ ઘટનામાં સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા શખ્સોએ ગેરલાભ ઉઠાવી વિદ્યાર્થી જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી બ્લેકમેલ કર્યા બાદ રૂપિયા પડાવવાની શરૂવાત કરી હતી. જ્યાં સોશિયલ મીડિયા ઉપર આવેલી અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ કરવી સુરતના વિદ્યાર્થીને ભારે પડી હતી. જે ઘટના આજની યુવા પેઢી અને સોશિયલ મીડિયાનો સતત ઉપયોગ કરતા લોકો માટે લાલબત્તી સમાન બનીને સામે આવી છે.

ભાવેશ ઉપાધ્યાય

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.