પ્રમુખ, સેક્રેટરી, લાયબેરી સેકેટરી દ્વિપાંખીયો અને ઉપપ્રમુખમાં ત્રિપાંખીયા જંગ: સોમવારે ચિત્ર સ્પષ્ટ
રાજકોટ બાર એસોસીએશનની તા.ર૬ ફેબ્રુઆરીએ યોજાનારલ ચુંટણીમાં છ હોદેદારો અને મહીલા સહીત ૧૦ કારોબારી માટે કુલ ૩૬ વકીલોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં આજે પ્રમુખપદમાં ઉમેદવારી નોંધવનાર બકુલ રાજાણી અને દિલીપ મહેતાએ ફોર્મ પરત ખેચતા હવે પ્રમુખપદમાં ત્રિપાંખીયો જંગ જામશે.
વધુમાં બાર એસો.ની ચુંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ લીગલ સેલ દ્વારા સમરસ પેનલ ઉતારી હતી જેમાં પ્રમુખપદે અનિલ દેસાઇ સહીત છ વકીલોએ ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં જોે.સેક્રેકરી માં ‚પરાજસિંહ પરમાર અને ખજાનચીમાં અશ્ર્વિન ગૌસાઇ બીનહરીફ જાહેર થયેલા જયારે પ્રમુખમાં ચાર, ઉપપ્રમુખમાં ત્રણ, સેક્રેટરીમાં બે લાયબ્રેરીમાં બે અને કારોબારીમાં ૧૯ અને મહીલા કારોબારીમાં ત્રણ વકીલોએ ઉમેદવારી નોંધાવી હતી. પ્રમુખપદે ઉમેદવારી નોંધાવનાર બકુલ રાજાણી અને દિલીપ મહેતા, દિલીપ પટેલ, પિયુષ શાહ, કમલેશ શાહ અને રાજેન્દ્રગીરી ગોહિલે મઘ્યસ્થી અનિલ દેસાઇના ટેકામાં ઉમેદવારી પરત ખેૅચી છે હવે દિલીપ મહેતા અને હરિસિંહ વાઘેલા વચ્ચે જંગ જામશે ઉપપ્રમુખમાં સી.એચ. પટેલ, દિલીપ જોષી અને અ‚ણ પટેલ, લાયબ્રેરીમાં જતીન કકકડ અને મૌનિષ જોશી વચ્ચે જંગ જામશે તેમજ તા.૧૯ ના રોજ ચિત્ર સ્પષ્ટ થશે.