સુંદરતા તે કોને ગમતી નથી ? ત્યારે હાલ ગરમીની ઋતુમાં દરેક માટે એક સવાલ સામે આવતો હોય છે. કે કઈ રીતે ત્વચાની દેખભાળ રાખવી અને તડકાથી બચી સુંદરતાને નષ્ટ થતાં રોકવી. ત્યારે અમુક ફળ અને શાકભાજી તે ગરમીમાં આ સમસ્યાથી એકદમ સરળ રીતે તમારા આ સવાલનો સમાધાન આપશે. ઘરમાં જ અનેક એવી વસ્તુ તમને આ સમસ્યાનો ઉકેલ આપશે.
ત્યારે સુંદરતા વધારવા માટે અમુક ફળ અને શાકભાજી જેમાં એંટિઓક્સિડેંટ હોય તે તમારી ત્વચાને ખૂબ ફાયદા આપશે અને તમારી સુંદરતાથી સરળ રીતે ઘરે રહી વધી શકશે.
સંતરા:
ઉનાળામાં ખૂબ ખવાતું એક ફળ તે સંતરા. આ ફળની છાલ તે તમારી સુંદરતામાં વિશેષ ભાગ ભજવી શકે છે. તો સંતરામાં એન્ટિઓક્સિડેંટ તે સારા પ્રમાણમાં હોય છે. ખાય તેની છાલને ફેકી ના દયો. તેની છાલને સૂકવીને તેને મિક્ષરમાં પીસી તેનો પાઉંડર બનાવો. આ થયા બાદ તેને દરરોજ પાઉડર સાથે ચેહરા પર લગાવો અને તમારી સુંદરતા નિખરશે.
લીંબુનો જ્યુશ :
જેમ લીંબુનો ઉપયોગ વાનગીમાં કરવામાં આવે છે. તેજ રીતે જો તેને અડધું કરી અને તમારા ચેહરા પર લગાવો દિવસમાં ૧૦ મિનિટ આવું કરવાથી તમારી ત્વચાને આપશે ખાસ કાળજી અને તમારી સુંદરતા પણ નિખરશે. સાથે તેનો રસ ચણાના લોટ સાથે ઉમેરી ચેહરા પર અડધી કલાક રાખો.
આ બે સમાન્ય રીતે દરેક ઘરે મળી જતા બે ફળ તમારી ત્વચાને ગરમીમાં રાહત આપશે અને સુંદરતા વધારવામાં વિશેષ ભૂમિકા ભજવશે. તો અવશ્ય કરો આ પ્રયાગ અને કોમેન્ટમાં તમારા ઉત્તર જણાવો.