રાજકોટ જિલ્લાના ૬૭૮ વિઘાર્થીઓ પૈકી  ધોળકીયા સ્કુલના ૨૦૮ વિઘાર્થીઓને એ-ગ્રેડ

ધોરણ ૧૦નું પરિણામ આજે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કુલ પરિણામ ૬૮.૨૪ ટકા આવ્યું છે. જયારે રાજકોટ જીલ્લાનાું પરિણામ  ૭૪.૨૪ ટકા આવ્યું છે. રાજકોટ જીલ્લામાં ૬૭૮ વિઘાર્થી એ-ગ્રેડ પૈકી ધોળકીયા સ્કુલના ૨૦૮ વિઘાથીઓએ એ-ગે્રડ પ્રાપ્ત કરેલ છે.

13730004ધોળકીયા સ્કુલના વિઘાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી વિઘાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બોર્ડના ટોપ પણ આવેલા વિઘાર્થીઓને ફુલના હાર પહેરાવી મો મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું.

ધોરણ ૧૦નું પરિણામધોળકીયા સ્કુલના મેનેજીંગ ડિરેકટર જીતુભાઇ ધોળકીયાએ જણાવ્યું હતું કે ધોળકીયા સ્કુલે રેકોર્ડ સર્જયો કે સમગ્ર રાજકોટ જીલ્લામાં ૬૭૮  વિઘાર્થી એ ગ્રેડ માં છે. જેમાંથી ૨૦૮ વિઘાર્થીઓ ધોળકીયા સ્કુલના છે. જે સ્કુલ માટે ખુબ સારી બાબત છે.

હાર્દી પંડયા (બોર્ડ ફસ્ટ)૯૯.૯૯ પી.આર. સાથે બોર્ડ ફસ્ટ છે અને આવા પરિણામ પાછળનો શ્રેય શાળા, શિક્ષકો, માતા-પિતા અને તેમનીબહેનોને જાય છે.

ખીશુની લાગણી અનુભવ ક‚ છું.રાયચુરા નેન્સીએ જણાવ્યું હતું કે ૯૬.૧૬ ટકા તથા ૯૯.૯૯ પી.આર. આવ્યા છે અને મારે ભવિષ્યમાં ડોકટર બનવા માંગુ છું.

કેસરીયા યશ્વએ જણાવ્યું હતું કે ૯૯.૯૯ પી.આર. ૯૬.૩૩ ટકા  આવ્યા છે સમગ્ર શ્રેય ધોળકીયા સ્કુલને માને છે. અને મારા માતા પિતાનું માનું છું.

ગાજીપરા હર્ષિત એ જણાવ્યું હતું કે ૯૯.૯૯ પી.આર. તથા ૫૮૨ માર્કસ આવ્યા છે તથા સંસ્કૃત વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ધરાવે છે.

જૈનીલ પરમારએ જણાવ્યું હતું કે મારે ૯૯.૯૯ પી.આર. તથા ૫૭૭ માર્કસ આવ્યા છે અને  ગણિત વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ તથા અંગ્રેજી વિષયમાં ૯૯ માર્કસ આવ્યા છે. આ શ્રેય મારી મહેનત અને શિક્ષકોએ ખુબ મહેનત કરી છે. ખાસ તો મારા માતા-પિતાનો સપોર્ટ ખુબજ વધારે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.