ઉત્તર-પશ્ચિમથી આવી રહેલા ઠંડા પવનના કારણે દેશના ઘણાં રાજ્યોનું તાપમાન નીચું જતુ રહ્યું છે. દિલ્હીમાં મંગળવારે સવારે ખૂબ ધુમ્મસ હોવાના કારણે સવારે 7.15 વાગ્યાથી એરલાઈન્સ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. બીજી બાજુ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સોમવારે ઠંડીએ 11 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અહીં તાપમાન માઈનસ 6.8 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. ડીલ ઝીલમાં મોટાભાગે બરફ જામી ગયો છે.
બીજી બાજુ ઝારખંડના મેક્લુસ્કીગંજમાં તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઠંડીના કારણે 16 લોકોના મોત થયા છે. મધ્યપ્રદેશના 42 શહેરોમાં પણ તાપમાન 10 ડિગ્રી કરતાં નીચે આવી ગયું છે.
દિલ્હીમાં ધુમ્મસના કારણે રાહત નથી મળી રહી.
સોમવારે સવારે ખૂબ જ ઠંડી રહી હતી. અહીં ન્યૂનતમ તાપમાન 4.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. હવામાન વિભાગના
જણાવ્યા પ્રમાણે ઉત્તર-પશ્ચિમથી ઠંડો પવન આવી રહ્યો છે તેનાથી આગામી દિવસમાં
ન્યૂનતમ તાપમાનમાં વધુ થોડો ઘટાડો થવાની શક્યતા છે.