ચોટીલા માં કોરોના બેકાબુ બન્યો છે તેમ છતાં ચોટીલા ના સરકારી વિભાગ નુ તમામ તંત્ર એકદમ બેપરવા છે જેના કારણે નાગરિકો માં રોષ ફેલાયો છે જ્યારે પ્રજા ઇચ્છે છે કે હવે સ્વૈચ્છિક લોક ડાઉન થાય તો પરિસ્થિતિ સુધરી શકે તેમ છે. ચોટીલા માં છેલ્લા થોડા દિવસો થી કોરોના એકદમ બેકાબુ બન્યો છે ત્યારે થોડા દિવસ પહેલા ચોટીલા થાન રોડ ઉપર આવેલ સ્કુલ ના 3થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના પોઝીટીવ જાહેર થયા ત્યાર બાદ એસ.બી.આઇ. બેંક ના ચાર કર્મચારી ને પણ કોરોના થતાં બેક અત્યારે બંધ છે અને બાદ માં બેંક ઓફ બરોડા ના પણ ચાર કર્મચારી ઝપટે ચડી ગયા અને આ બેક પણ હાલ બંધ છે.
તેવી જ રીતે શહેર અને તાલુકા માં અનેક પોઝીટીવ કેસો હોવા છતાં સરકારી તંત્ર ની બેરકારી ઉડી ને આંખે વળગે છે ચોટીલા ના આરોગ્ય , પોલીસ , મામલતદાર કચેરી , પ્રાંત કચેરી અત્યારે સક્રિય થાય અને અનેક વેપારીઓ ની દુકાનો માં , બજારો માં થતી ગ્રાહકો અને લોકો ની ભીડ સામે સોશ્યલ ડીસ્ટન્સ નું પાલન કરાવે તે ખાસ જરૂરી બન્યું છે. મામલતદાર વિભાગ અને આરોગ્ય વિભાગ તરફ થી એકદમ કડક હાથે કામ લેવું ખુબ જ જરૂરી બની ગયું છે.જ્યારે ચોટીલા માં અત્યારે સરકારી વિભાગ ના લોકો સંકલન કરી કોરોના ને માત કરવામાં નક્કર કામગીરી કરે તેવુ નાગરિકો ઇચ્છી રહ્યાં છે.