પૂ.નમ્રમુનિ .સા.ના સાંનિધ્યે તપસમ્રાટ તીર્થધામમાં મંગળવારે ૨૦મી પુણ્ય સ્મૃતિનું આયોજન

તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ રતિલાલજી મહારાજ સાહેબનો ગુરુ સ્મૃતિ મહોત્સવ ગુજરાતરત્ન પૂજ્ય સુશાંતમુનિ મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ, સ્વાધ્યાય પ્રેમી પૂજ્ય પિયુષમુનિ મહારાજ સાહેબ એવમ આદર્શયોગિની પૂજ્ય પ્રભાબાઈ મહાસતીજી આદિ મહાસતીજી વૃંદના સાંનિધ્યમાં  તપસમ્રાટ તીર્થધામ, કુવાડવા રોડ, સાત હનુમાનની સામે, રાજકોટમાં ૦૮.૦૨.૨૦૧૯ના પાવન દિવસે સવારે ૦૯.૦૦ કલાકે ઉજવાશે.

રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે જણાવેલ કે તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ રતિલાલજી મહારાજ સાહેબનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી અને પ્રભાવક હતું. કોઈ પણ વ્યકિતનું આંતરિક સૌંદર્ય એના બાહ્ય વ્યક્તિત્વ પર પણ અસર કરી જતું હોય છે.

અનંત આંતરિક ગુણસૌંદર્યના સ્વામી, તપસમ્રાટ ગુરુદેવનું પ્રભાવશાળી અને ચુંબકીય વ્યક્તિત્વ અનેકોની જીવન પર પ્રભાવ ફેલાવી ગયું. પડછંદ શરીર, ગૌર વર્ણ, નેહ નીતરતી આંખ, ભવ્ય લલાટ અને ખુમારીપૂર્વકની ચાલ, બેઠા હોય ત્યારે આશીર્વાદ મુદ્રાનો હાથ.

આ તેમનો શુભનામ કર્મજન્ય વૈભવ હતો.

કેટલાક પટેલ અને દરબારો તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવથી પ્રભાવિત થઈ તેમના ભક્ત બની ગયા હતા.વડિયામાં એક પટેલ અને એક દરબાર, બંને તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવના પ્રભાવથી પ્રભાવિત થયા હતા. તેઓ બંને પરસ્પર અપરિચિત હતા. બંને પાસે તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવની પ્રસાદીરૂપે પૂજ્ય ગુરુદેવ ફોટો સાથેનું પ્રસાદી રૂપ દિવ્ય સવન પદાર્થ હતું.

એક નાનકડી વાતમાં બંને વચ્ચે ઝઘડો થયો. ક્રમશ: ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું. બંને મારામારી સુધી પહોંચી ગયા. ક્ષત્રિય દરબારે પટેલને પછાડી દીધો અને તેના ઉપર ચઢી બેઠો. પોતાના ખિસ્સામાંથી ચાકુ કાઢવા ગયો.

ચાકુની સાથે તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવે આપેલું સવન નીચે પડયું.

તે સવન પેલા પટેલ ભાઈના પગમાં પડયું. તેમાં ગુરુનો ફોટો જોઈને પટેલના મુખમાંથી એકદમ શબ્દો સરી પડયા, અરે! આ તો મારા ગુરુદેવ. તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવના પ્રભાવથી સંસારી કે સંતોની વિવિધ પ્રકારની સમસ્યાનું સમાધાન સહજ રીતે થઈ જતું.

આવા તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવના જીવન કવનને ઉજાગર કરીને તેઓના ગુણગ્રામ કરીને સ્વયંના જીવનને ગુણોથી ભાવિત અને પ્રભાવિત કરવા માટે તપસમ્રાટ તીર્થધામના આંગણે પધારવા જાહેર અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.