કેનેરી ટાપુ પર વિસ્ફોટ થયેલા જવાળામુખીએ સેંકડો બિલ્ડીંગ, મકાનોનો સર્વનાશ કર્યા બાદ લાવા એટલાન્ટિક મહાસાગરમાં પહોંચ્યો
50 વર્ષ પછી સ્પેનના કેનેરી ટાપુ પર લા પાલ્માનો સૌથી ખતરનાક જ્વાળામુખી વિસ્ફોટ થયો છે. ગત રવિવારે સક્રિય થયો હતો જેમાંથી હજુ પણ લાવવા નીકળી રહ્યો છે. આ જાળામુખી અગાઉ વર્ષ 1971માં વિસ્ફોટ થયો હતો. જ્વાળામુખીનો એકદમ લાલ-ભૂરા રંગનો ગરમ લાવા ઝડપથી આસપાસના વિસ્તારો તરફ વહી રહ્યો છે. જો કે હાલ લાવા ઍટલાન્ટિક મહાસાગરમાં ભળી જાણે દરિયામાં પણ આગ લગાડી દીધી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે.
ગત અઠવાડિયાથી અત્યાર સુધી માઇલો દૂરથી આકાશમાં અગ્નિના તણખા દેખાય રહ્યા છે. કેનેરી ટાપુઓ પર સ્થિત આ જ્વાળામુખી ફાટવાથી તૂટક તૂટક ભૂકંપના આંચકા આવી રહ્યા છે. અમેરિકાથી કેનેડા સુધી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. જો કે સદભાગ્યે સારી વાત છે કે આ આપત્તિ વચ્ચે સ્પેનમાં કોરોના વાયરસની અસર ઓછી છે. જ્વાળામુખી ફાટવાથી 650 જેટલી બિલ્ડિંગ અને મકાનોનો નાશ થયો છે. લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. ભયાનક રીતે ફાટેલા આ જ્વાળામુખીનો લાવા હજી પણ ધગધગી રહ્યો છે.જોકે હાલ નજીક એટલાન્ટિક મહાસાગરમાં લાવા પડી રહ્યો છે.