૬૬ વર્ષ પૂર્વની યાદો થશે તાજી, દરેક સમાજ પારંપરિક પરિવેશમાં સોમનાથ મહાદેવની મહાઆરતી ઊતારશે
સોમનાથ મંદીરના ૬૭માં પ્રાણ પ્રતિષ્ઠા દિનની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરવાનુ આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે. સરદાર ના સંકલ્પ ની ઝાંખી અને ૬૬ વર્ષ પૂર્વે રચાયેલા દ્રશ્યની અવિસ્મરણીય ઝાંખી સાંજે ૭ વાગ્યે થતી મહાઆરતીમાં દ્રશ્યમાન થશે. મંદીર ને સુંદર પુષ્પોથી સ્થાપના દિવસની યાદ તાજી થાય એ રીતે શણગારવામાં આવશે. સવારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સવારે ૮.૪૫ વાગ્યે ઘ્વજાપૂજન, ૯.૧૫ કલાકે સરદારને સરદાર વંદના તથા પુષ્પાંજલી, ૯.૩૦ મહાપૂજન-મહાઅભિષેક કરવામાં આવશે.
આ સાથે સાંજે ૬.૩૦ વાગ્યે દીપમાળા તેમજ સાંજે ૭ વાગ્યે દરેક સમાજો દ્વારા પારંપરિક પરીવેશમાં પતિ-પત્ની દ્વારા સજોડે મહાઆરતી કરવામાં આવશે. આ દ્રશ્ય ૬૬ વર્ષ જુની યાદ તાજી કરાવશે. જેમાં દરેક સમાજો પોતાના પારંપરિક પરીવેશમાં જેમ સ્થાપના દિવસે હાજર રહેલ તે જ પ્રકારે આ મહાઆરતી કરી ધનય બનશે. આરતી બાદ સોમનાથના ઇતિહાસને ઉજાગર કરતોલાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળી શકાશે. ભકતજનોને બહોળી સંખ્યામાં સોમનાથ સ્થાપના દિનના ધાર્મિક કાર્યક્રમોમાં જોડાઇ ગૌરવ પ્રાપ્ત કરવા હાર્દિક નિમંત્રણ છે.