સોમનાથ મહાદેવની પાવનકારી નગરી પ્રભાસ-પાટણ અને પંથકના સીમ શેઢા વાડીઓએ લાલ ચટક કેસરી આગ જ્વાળા કલરના કેસુડાઓનું ક્યારથીયે આગમન થઇ ચુકેલ છે. કેટલાક દેવ મંદિરોમાં તો આ કેસુડાના ફૂલોને અત્યારથી જ પૂજામાં વાપરવામાં આવી રહ્યા છે. આર્યુવેદિક દ્રષ્ટીએ કેસુડાના ફૂલોમાં અનેક ગુણો છે.
હોળી-ધૂળેટીના તહેવારો તો કેસુડાના ફૂલો વગર કલ્પના જ ન થઇ શકે આ તહેવારોમાં કેસુડાનો ધૂમ વપરાશ રંગ અને ફૂલડોળમાં થાય છે.બાકી હાલ અને હોળી પછીના દિવસો કેસુડાના કેસરી ફૂલોના ઝૂંડ સાથેના વૃક્ષો તાલાલા સાસણ, પ્રાચી અને સોમનાથ માર્ગની અતિ સુંદર શોભા વધારી રહ્યાં છે.