કાયપો છે મુવીના ત્રીજા એક્ટરના મોતના સમાચારથી ફિલ્મ ઉદ્યોગમાં અરેરાટી મચી જવા પામી છે.

sushant singh rajput 7591

છ મહિના પહેલા ફિલ્મના મુખ્ય કલાકાર સુશાંતસિંહ રાજપૂતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

Screenshot 2 15

થોડા દિવસો પહેલા કાઈ પો છે ફિલ્મના અન્ય એક એક્ટર આશિષ કક્કડનું પણ નિધન થયું હતું. ગુજરાતી ફિલ્મ “બેટર હાફ” સહીત અનેક ફિલ્મોના જાણીતા દિગ્દર્શક આશિષ કક્કડનું ર્હદય રોગના હુમલાને કારણે કલકત્તા મુકામે દુઃખદ અવસાન થયું હતું. આશિષ કક્કડ તેમના દિકરાના જન્મદિવસની ઉજવણી કરવા અમદાવાદથી ખાસ કલકત્તા ગયા હતા, જે ૬ નવેમ્બરે પરત આવવાના હતા. પરંતુ તેમનું અવસાન થયું હતું. તેમના દુઃખદ અવસાનના સમાચાર જાણીને સમગ્ર કલા જગત દુઃખની લાગણીમાં ગરકાવ થઈ ગયું હતું.

દરમિયાન ગુરુવારે કાઈપો છે ફિલ્મના અન્ય એક કલાકારનું મોત થયું હતું. ફિલ્મ અભિનેતા આસિફ બસરાએ ગુરુવારે હિમાચલ પ્રદેશની ધર્મશાળામાં આત્મહત્યા કરી લીધી હતી. તે ધર્મશાળામાં ભાડાના મકાનમાં રહેતા હતા. આ ઘટનાને લઈ ફોરેન્સિક ટીમે સ્થળ પર તપાસ કરી હતી.

Screenshot 3 9
આસિફ બસરાની ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતાએ તેની અભિનય કુશળતા નાના સ્ક્રીનથી મોટા પડદા સુધી દરેક જગ્યાએ ફેલાવી હતી. તેણે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ કાઈપો છે માં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય રાની મુખર્જીની હિચકીમાં પણ આસિફે સરસ કામગીરી કરી હતી. તેણે રિતિક રોશનની ક્રિશ 3 અને સૈફ અલી ખાનની કાલનકડીમાં પણ શ્રેષ્ઠ કામ કર્યું હતું. વેબ સિરીઝની વાત કરીએ તો આસિફે પાટલ લોક ઔર હોસ્ટેજીસ અભિનયની શરૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.