કુદરતી હાજતે ગયેલી પરિણીતાને અજાણ્યા શખ્સે શિકાર બનાવી: તપાસનો ધમધમાટ

સાયલા નેશનલ હાઇવે રોડ પર વાડીમાં વાવેતર કરતા શ્રમજીવી પરીવારની પરીણીતા કુદરતી હાજતે જતા અજાણ્યા પુરૂષે મોઢુ દબાવી દુષ્કર્મ કરીને રૂ.૯૦૦૦ની કિંમતના કાનના બુટીયાની લૂંટ કરી હતી. આ અંગે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

સાયલાની બે કિ.મી દૂર આવેલી વાડીમાં શ્રમજીવી પરિવાર છેલ્લા આઠ વર્ષથી ખેત મજૂરી કરી વાડીના મકાનમાં રહે છે. આ પરીવારની પરિણીતા તા. ૧૦ના રોજ સાંજના સમયે વીડ તરફ કુદરતી હાજતે ગઇ હતી. આ દરમિયાન કાળા કલરના શર્ટ અને હાથમાં કડુ પહેરેલા સોનેરી દાંત ધરાવતા અજાણ્યા પુરૂષે પરીણીતાનું મોઢુ દબાવીને ખાડામાં લઇ જઇને દુષ્કર્મ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જયારે પરીણીતાના રૂપિયા ૯ હજારની કિંમતના સોનાના બુટીયા અને ગળા. નાડોડી ની લૂંટ ચલાવી હતી તે સમયે દિયર નો ફોન આવતા આ વ્યક્તિ ફોન જૂત્વી ભાગી ગયો હતો.

ત્યારે ગભરાયેલી પરિણીતા એ બૂમો પડતાં અજાણ્યા યુવક એ ફક્ત બૂતિયા ની લૂંટ કરી હોવા નું જણાવેલ હતુંત્યારે પોલીસ એ વધુ પૂછ પરછ કરી વધુ માહિતી મેળવી વધુ તપાસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.