અબતકની મુલાકાતમાં આયોજકોએ આપી જાજરમાન લગ્નોત્સવની વિગતો
ઉમરલાયક દીકરીને સાસરે સમયસર વળાવવામાં જરૂરીયાતમંદ પરિવારને ફરજ નિભાવવા ભાર રૂપ ન બને તે માટે સમુહલગ્ન આશિર્વાદરૂપ બને છે. શનિધામ સેવા સમિતિ દ્વારા શ્રીનાથગઢ મોવિયારોડ પર શનિદેવ મંદિરે 28મે રવિવારે પ્રથમ સમુહલગ્નનું આયોજન કરાયું છે. અબતકની મુલાકાતે આવેલ મુખ્ય આયોજક મેહુલભાઈ ખાખરીયા જીજ્ઞેશભાઈ ગોરસીયા, રોહિતભાઈ પંડયા, જીજ્ઞેશભાઈ અને રાજુભાઈ ધામેલીયાએ સમુહ લગ્ન મહોત્સવની વિગતો આપી હતી.
શાનીધ્ય પ્રથમ સમૂહ લગ્નમાં 11 દીકરીઓ ને સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરેલ માંગલિક અવસર તા .28 / 05 / 2023 , રવિવાર (શનિદેવનું પૂજન ) સવારે 09:00 કલાકે ના આગમન ે 3:00 કલાકે ભવ્ય વરઘોડો 4:00 કલાકે , હસ્તમેળાપ સાંજે 6.30 કલાકે દાતા સન્માન 6 કલાકે ભોજન સમારંભ સાંજે 7 કલાકે ક્ધયાવિદાય 8.30 કલાકે લગ્ન ગીત પુનમબેન ગોંડલીયા સાજીદા ગ્રુપ હરદેવભાઈઆહિર, લગ્ન વિધિ શાસ્ત્રી મહેશભાઈ એન. પંડયા અનેભદ્રેશભાઈ મહેતા સમુહ લગ્ન મુખ્ય દાતા મેહુલભાઈ એમ. ખાખરીયા, ગોંડલ જીજ્ઞેશ કે.ગોરસીયા કાર્યરત છે.
શનિદેવ મંદિર, શ્રીનાથગઢ, મોવિયા, રોડ પર યોજાનારા આ સમુહ લગ્નમાં કલ્પેશભાઈ ખાખરીયા, મનીષભાઈ પટોડીયા, વિપુલભાઈ ં પંડયા રોહિતભાઈ પંડયા, મેહુલભાઈ ખાખરીયા, જીજ્ઞેશભાઈ, ગોરસીયા, ધવલ ભુવાજી કમઢીયા જય મામાદેવ મંદિર, અમિતભાઈ ખાખરીયા, ભરતભાઈસાકરીયા, મયુરભાઈ ગોરસીયા, મિલનભાઈ અક્ષયભાઈ વિશાલભાઈ ખાખરીયા, જીજ્ઞેશભાઈ ખાખરીયા અન રાજ ધામેલીયા જહેમત ઉઠાવી રહ્યા છે.
સમુહ લગ્નમાં દિકરીઓને આશિર્વાદ આપવા સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા, જયેશભાઈ રાદડીયા, ભાજપ આગેવાન ગણેશભાઈ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.