જમ્મુ-કાશ્મીરના શોપિયામાં મંગળવારે સેના સાથેના એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. આ ઘટના અવનીરા વિસ્તારમાં થઈ હતી. સીઆરપીએફની 178 બટાલિયન, એસઓજી જૈનપોરા અને રાષ્ટ્રીય રાઈફલ્સે આ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

આ દરમિયાન મંગળવારે સવારે 3.25 વાગ્યે સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. બીજી બાજુ સેનાએ પુંછની કૃષ્ણા ઘાટી પુલ પર આતંકીઓ દ્વારા લગાવવામાં આવેલા આઈઈડી બોમ્બને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો છે.

સેનાએ કહ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન જવાનોએ બે આતંકીઓના મૃતદેહ કબજે કર્યા છે. પ્રદર્શન રોકવા માટે અનવીરા સહિત ઘણાં વિસ્તારોમાં મોટી માત્રામાં સેના તહેનાત કરી દેવામાં આવી છે. શોપિયામાં અફવાને રોકવા માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.કાશ્મીરમા આઈજીપી એસપી પણીએ મંગળવારે કહ્યું કે, આતંકીઓની લાશ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.