- બરડા ડુંગર, ભાવનગર તથા સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા વિસ્તારોને સિંહો માટે વિકસાવાશે
- ભાવનગર ખાતે આવેલી ઉમઠ વીરડી, ગીર, ગિરનાર, મિતિયાળા, જેસોર-હિપાવાડી, બાબરા, વીરડી, હિંગોળગઢ તથા રાજુલાથી જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ સાવજો માટેનો નવો વિસ્તાર બનશે
સમગ્ર વિશ્વમાં લોકો એશિયાટિક સાવજોને નિહાળવા માટે સૌરાષ્ટ્રની મુલાકાતે આવતા હોય છે. કહેવાય છે કે સાવજ સૌરાષ્ટ્રને ગુજરાતનું ઘરેણું છે. પરંતુ અનેકવિધ કારણોસર સાવજોને અન્ય રાજ્યમાં મોકલવા માટે નો તખતો તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ નેશનલ ટાઇગર ક્ધઝર્વેશન ઓથોરિટી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી.
ગીરના સાવજો હવે ગુજરાત બહાર નહીં જાય અને તેમના માટે રાજ્યમાં સાતથી આઠ વિસ્તારો વિકસિત કરવામાં આવશે અને તે વિસ્તારોમાં ગિરનાર સાવજોની ડણક પણ સંભળાશે. એનટીસીએ અને રાજ્ય સરકારે ગુજરાત રાજ્યમાં જ સાત થી આઠ વિસ્તારોને નિર્ધારિત કરવામાં આવ્યા છે કે જ્યાં સાવજો વસવાટ કરશે અને તેમાં પણ રાજ્ય સરકારની સર્વપ્રથમ પસંદગી બરડા ડુંગરની છે.
જે માટે ગઈકાલે એટલે કે બુધવારના રોજ ગાંધીનગર ખાતે ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સાવજોની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવે તે માટે જે ટીમની રચના કરાઈ હતી તે પૈકીના અધિકારીઓ દ્વારા અનેકવિધ પગલાંઓ લેવામાં આવ્યા હતા જેમાં બરડા ડુંગરમાં રહેતા માલધારીઓને 15 લાખ રૂપિયા કુટુંબી અને દરેક પરિવારને અન્ય વિસ્તારમાં જમીન આપવા માટેનો નિર્ણય લેવાયો હતો પરંતુ તે વર્ષ 2000 થી જ પેન્ડિંગ છે. એટલું જ નહીં વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા એ સાવજોને જેસોર બલરામ અંબાજી વાઈડ લાઈફ સેન્ચ્યુરી તથા તેને સલગ્ન વિસ્તારને સાવચો માટે નિર્ધારિત કરવામાં આવ્યું હતું પરંતુ વન વિભાગે આ વિસ્તાર માટે નકારો કર્યો હતો કારણ કે ત્યાં રીછનો ત્રાસ ખૂબ જ વધુ છે.
ગીર અભ્યારણ ની સાતોસાથ સરકાર અને વન્ય વિભાગ અન્ય આઠ જેટલા વિસ્તારોને સાવજો માટે નિર્ધારિત કર્યા છે જેમાં ભાવનગર ખાતે આવેલી ઉમઠ વીરડી, ગીર, ગિરનાર, મિતિયાળા, જેસોર-હિપાવાડી, બાબરા, વીરડી, હિંગોળગઢ તથા રાજુલાથી જાફરાબાદના કોસ્ટલ પટાને વિકસિત કરવા માટે નિર્ણય લેવાશે. તરફ વન વિભાગ પ્રોજેક્ટ લાયન અંતર્ગત ગીર અભ્યારણમાં વધુને વધુ ફળ આપતા વૃક્ષોનું વાવેતર કરશે. જે પ્રોજેક્ટ નિર્ધારિત કરવામાં આવ્યો છે તેને મુખ્ય લક્ષ્ય એ છે કે સાવજોની સંખ્યા 2047 સુધી વધે જેના માટે જ સમગ્ર પ્રોજેક્ટને અમલી બનાવવામાં આવ્યો છે. જંગલી પ્રાણીઓ માટે વન વિભાગ સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ છે અને તેમના માટે પ્રોજેક્ટ લાયન હેઠળ કૃત્રિમ તળાવો પણ ઊભા કરવામાં આવશે અને જે કુવા છે તેને ઢાંકવામાં આવશે.
ગી રાજુ બાજુના વિસ્તારોમાં જે માલધારીઓ વસવાટ કરે છે તેમના માટે સાવજ તે તેમનો રાજા છે જેથી તેમને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે વાતનું તેઓ સતત ધ્યાન રાખતા હોય છે આ તકે સરકારે અને વનવિભાગે તેમના માટે પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં હવે માલધારીઓને ગીરમાંથી તેમનો વસવાટ બદલવો નહીં પડે અને તેઓ તેમની પ્રવૃત્તિ યથાવત રીતે ચાલુ રાખી શકશે.
પ્રોજેક્ટ લાયન હેઠળ લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો
- – ગીરના સાવજોનું સંવર્ધન કરવા માટે સરકાર કટિબંધ
- – ગીર નેશનલ પાર્ક માં હવે વિસ્તાર વધારવામાં નહીં આવે
- – ગીર સેન્ચ્યુરીમાં વસવાટ કરતા માલધારીઓને અન્ય જગ્યાએ સ્થળાંતરિત નહીં કરાય
- – સાવજોની સંખ્યામાં વધારો કરવા માટે સૌરાષ્ટ્રમાં જિનપુલ ને વધુ વિકસિત કરાશે
- – અન્ય વિસ્તારોની સરખામણીમાં રાજ્ય સરકાર અને વન વિભાગ બરડાને પ્રથમ પ્રાથમિકતા આપશે
- – સાવજો માં થતી બીમારીને સમયાંતરે ચકાસણી અને તેની તપાસ કરવામાં આવશે અને તેના માટે રિસર્ચ સેન્ટર પણ ઉભા કરાશે
- – સાવજોની વસ્તી ગણતરીમાં નેશનલ ટાઇગર ક્ધઝર્વેશન ઓથોરિટી મુખ્ય ભાગ ભજવશે.
- – પ્રોજેક્ટ લાઈન અંતર્ગત સરકાર સહેલાણીઓને આકર્ષવા માટે સૌરાષ્ટ્રમાં ટુરીઝમ સર્કિટ ઉભી કરશે.
- – સહેલાણીઓ માટે સોમનાથ દ્વારકા સર્કિટને પણ વિકસાવાશે.