શહેરની સિવિલ હોસ્પિટલના ઈન સર્વીસ તબીબો ગઈકાલથી પોતાની વિવિધ પડતર માંગણીઓ સાથે અચોકકસ મુદતની હડતાલ ઉપર ઉતરી જતા ઈમરજન્સી સિવાયના વિભાગો બંધ રહેવા પામ્યા હતા.

આ અંગે સિવિલ હોસ્પિટલનાં કલાસ વન અધિકારી ડો. ખ્યાતી કેશવાલાએ જણાવેલ કે અમો રાજકોટ જિલ્લા ડોકટર યૂનિયન લિડર્સ ડો. દેલીવાલા, ડો. દેલૈયાની આગેવાનીમાં અમારી પડતર માંગણીઓ જેવી કે ઈન સર્વિસ તબીબોનાં પ્રશ્ર્ન અને માંગણીઓનાં ઉકેલ માટે એશો.ને સરકાર કક્ષાએ રજૂઆત કરેલ અને હકારાત્મક રીતે ચર્ચા બેઠકની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેવામાં એશો.ના હોદેદારોના બીન જરૂરી અને સમયના પ્રતિ નિયુકતના આદેશો કરી ઈન સર્વીસ તબીબોને આઘાત આપેલ તે અંતર્ગત ગઈકાલે મળેલી મિટિંગમાં એવો ઠરાવ કરવામાં આવેલ ઓશો. હોદેદારોના પ્રતિનિયુકતના આદેશો રદ થાય ત્યાં સુધી ઈન સર્વીસ તબીબો અચોકકસની હડતાલ પર જઈ રહ્યા છે. આ અગે અમે સંસદસભ્ય રમેશભાઈ ધડુક, ધારાસભ્ય લલીતભાઈ વસોયા અને પ્રાંત અધિકારી ગૌતમ મિયાણીને પણ એક આવેદનપત્ર પાઠવેલ છે. અને જયાં સુધી અમારી માંગણી નહિ સ્વીકારવામાં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. આ લડતમાં ડો. ખ્યાતિ કેશવાલા, ડો. મેહુલ કણસાગરા ડો. હિતેશ કાલરીયા, ડો. એન.જે. પટેલ, ડો.એમ.એ.વાળા ડો. હરકિશન કાલરીયા સહિત તબીબો જોડાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.