એસેટિક સાવજોનું સંવર્ધન કરવા માટે સરકાર દ્વારા અનેકવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે કારણ કે એશિયાટીક સાવજોએ માત્ર સૌરાષ્ટ્ર કચ્છ પરંતુ સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. ખૂબ મોટા પ્રમાણમાં દેશ-વિદેશના સહેલાનીઓ સાવજોના દર્શન કરવા માટે આવતા હોય છે. કરુણાતીકા તો એ છે કે આ સાવજો ના સંવર્ધનની સાથોસાથ તેમનું મૃત્યુ જે રીતે નીપજે છે તે માટે સરકારે ગંભીરતાથી વિચાર કરવો ખૂબ જરૂરી છે.

થોડા મહિનાથી ‘અગમ્ય’ બિમારી અને ઇન્ફાઇટની ઘટનાએ સાવજોની મોતની સંખ્યામાં જબરજસ્ત વધારો કરી દીધો

મોતના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ જાહેર થાય તો ‘રેલો’ ક્યા પહોંચે?

એશિયાટિક લાયનનું ઘર એવા ગીર વિસ્તારની બહાર સિંહ નીકળીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર સહિતના વિસ્તારમાં જોવા મળે છે ત્યારે આ વિસ્તારોમાં પણ સિંહને ગીર જેવી સુવિધા મળે તેટલા માટે રાજ્ય સરકારે લાયન સિંહ2047 પ્રોજેકટ અમલમાં લાવવાની જાહેરાત કરી છે. ગીર જંગલમાં સિંહોની વસ્તી વર્ષ 2015માં 523 હતી. જે વર્ષ 2020માં પંચવર્ષીય ગણતરી મુજબ વધીને 674 થઈ છે. આ વાતને ગંભીરતાને ધ્યાને લઈ ધારી રેન્જના ડી સી એફ રાજદિપસિંહ ઝાલા સાથે અબતક દ્વારા વાતચીત કરવામાં આવી હતી અનેકવિધ રસપ્રદ વાતો સામે આવી છે.

જંગલ વિસ્તારમાં ઝાડનો સફાયો સિંહને જોખમમાં મૂકી રહ્યો છે?

ધારીના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે તાવતે વાવાઝોડા બાદ જે ઝાડવા જંગલોમાં પડી ગયા છે તેને કાપવાનું અને હટાવવાનું કામ ચાલી રહ્યું છે અને આ કામગીરી છેલ્લા બે વર્ષથી કરવામાં આવે છે. સરકારની સૂચના મુજબ જંગલ વિસ્તાર

ગાઢનહીં પરંતુ આછું થાય તે જરૂરી છે. એ તમામ પ્રકારના ઝાડવાઓ કે જે જંગલમાં પડી ગયા હોય અથવા તો પડવાની તૈયારીમાં હોય તેને કાપવા અને તેને દૂર કરવા માટે હાલ કામગીરી ચાલુ છે જેથી સાવજો મુક્ત રીતે જંગલમાં વિહાર કરી શકે. તેઓ જણાવ્યું હતું કે ગાઢ જંગલોમાં સાવજોને રહેવું પસંદ પડતું નથી.

સાવજોનું ચેકીંગ અને મુમેન્ટ કેવી રીતે કરાઈ છે

ડી સી એફ રાજદિપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સાવજો ની ટ્રેકિંગ અને મોમેન્ટ જાણવા માટે ઇનડાયરેક્ટ એવિડન્સ, ડાયરેક્ટ એવિડન્સ, વીડિયો કોલર સુવિધા તથા ટ્રેપ કેમેરા નો ઉપયોગ કરવામાં આવે છે. એમાં ઇનડાયરેક્ટ એવિડન્સમાં ગાર્ડ સાવજોના અવાજ સાંભળી અથવા તો સાવજ દ્વારા

કરવામાં આવેલા મરણ થી તેની હાજરી ની ઓળખ કરે છે બીજી તરફ કોઈ વન વિભાગના કર્મચારી અથવા તો ફોરેસ્ટ ગાર્ડ સાવજોને રૂબરૂ જોવે તો તેની ખરાઈ કરવામાં આવે છે. સરકારે ટેકનોલોજી નો ઉપયોગ સાથે હવે સાવજોમાં રેડિયો કોલર પણ લગાવી દીધા છે જેનાથી તેને સરળતાથી ટ્રેક કરી શકાય અને જંગલોમાં વિવિધ જગ્યાઓ ઉપર ટ્રેક કેમેરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે જ્યાં તેમની અવરજવર અને તેમની મુમેન્ટ ઉપર ધ્યાન રાખી શકાય.

બીમારી સબબ સાવજોના મોત

આ પ્રશ્નના જવાબમાં ડી સી એફ રાજદિપસિંહ ઝાલા જણાવ્યું હતું કે સાવજોના મોતના કારણો અનેક છે જેમાં રોડ એક્સિડન્ટ ટ્રેન અકસ્માત ખુલ્લા કૂવામાં પડી જવાથી તથા કોઈ આંતરિક બીમારી સબબ મોત નીપજતું હોય છે. કોઈ કોઈ ચોક્કસ આંકડો આપ્યા વગર જણાવ્યું હતું કે હાલ ધારી પંથકમાં કોઈપણ

પ્રકારનું વાયરસ આવ્યું નથી પરંતુ જે દોઢ માસની સિંહણનું મૃત્યુ નીપજ્યું છે તેમાં તે બીમાર હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં હાલના સમયમાં જે સાવજોના મૃત્યુ નીપજ્યા છે તેમાં બીમારી પણ એક કારણ તરીકે ઉભરી આવ્યું છે.

દર પૂનમે સાવજોનું કરાઈ છે અવલોકન

પૂનમના રોજ કરવામાં આવતા સાવજોના અવલોકન વિશે ડી સી એફ રાજદિપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આને ગણતરી નહીં પરંતુ અવલોકન કહેવામાં આવે છે જ્યાં જે સાવજો મળે તેની ચકાસણી કરાઈ છે કે તેને કોઈ બીમારી તો નથી ને અથવા કોઈ ઈજા છે ખામી હોય તે અંગેનું ઓબ્ઝર્વેશન

કરવામાં આવે છે અને તે અંગે સરકાર દ્વારા એક ચેક લિસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જણાવ્યું હતું કે સીઝન વાઇસ અવલોકનના આંકડા ફરતા હોય છે જેમાં ઉનાળામાં અવલોકનનો આંકડો વધુ આવે તો ચોમાસામાં આ આંકડો ખૂબ જ ઓછો આવતો હોય છે જેથી કોઈ અંદાજો ન લગાવી શકાય કે કેટલા સાવજોધારી પંથકમાં વસવાટ કરે છે.

2017માં બની ગયેલા આંબરડી પાર્કમાં માત્ર 4 સાવજો

વર્ષ 2017 માં ધારી માં આંબરડી પાર્ક બન્યો છે તેમાં અત્યારના માત્ર ચાર સાવજો જ સિંહ દર્શન માટે રાખવામાં આવ્યા છે જેમાં નર માદા અને તેમના બે બચ્ચા. જણાવ્યું હતું કે સાવજો વિસ્તાર વધારવા માટે મથામણ કરતા હોય છે અને તેના માટે ઇનફાઈટ પણ સૌથી વધુ જોવા મળે છે આ ઘટના

આંબરડી સફારી પાર્કમાં ન બને તે માટે માત્ર ચાર સાવજો જ રાખવામાં આવ્યા છે બીજું સૌથી મોટું કારણ એ છે કે સફારી પાર્કની જગ્યા ખૂબ સીમિત હોવાથી વધુ સાવજોને રાખવા જોખમી બની શકે.

ગત એક માસમાં ધારીમાં 3 સાવજોના મોત

ધારી રેન્જમાં સાવજોના મૃત્યુ થયાના મુદ્દે રાજદીપસિંહ ઝાલા જણાવ્યું હતું કે છેલ્લા એક માસમાં ધારી વિસ્તારમાં ત્રણ મોત નીપજ્યા છે જેમાં એકસીડન્ટ થવાનું કારણ સામે આવ્યું છે. સાવજો પોતાનો વિસ્તાર વધારવા અને ટેરેટરી વધારવા માટે એકબીજા ઉપર ત્રાટકતા હોય છે અને પોતાનો વિસ્તાર વધારે છે.

સૌરાષ્ટ્રના 30 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં 674 સાવજોનો વસવાટ

ગુજરાત અને સમગ્ર ભારત વર્ષનું આભૂષણ છે એશિયાટિક સાવજો ત્યારે સૌરાષ્ટ્રના 30,000 ચોરસ કિલો મીટર વિસ્તારમાં 674 સાવજો વસવાટ કરી રહ્યા છે અને આવનારા વર્ષ 2025 માં ફરી વસ્તી ગણતરી

હાથ ધરવામાં આવશે ત્યારે સાચો આંકડો બહાર આવે તેવું ડીસીએફ રાજદિપસિંહ ઝાલાએ જણાવ્યું હતું. એટલું જ નહીં તેઓએ જણાવ્યું હતું કે ક્યાં રેન્જ અને કયા વિસ્તારમાં કેટલા સાવજો છે તેનો આંકડો કોઈ દિવસ ન મળી શકે કારણ કે સાવજ વિસ્તારવાદી પ્રાણી છે અને તે પોતાનો વિસ્તાર વધારવા માટે એક સ્થળેથી બીજા સ્થળે જતો હોય છે જેથી એવું શક્ય ન બની શકે કે કયા વિસ્તારમાં કેટલા સાવજો પરંતુ સૌરાષ્ટ્રના ત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં 674 સાવજો વસવાટ કરી રહ્યા છે.

દરેક સાવજના મોત બાદ ફરજિયાત પીએમ કરવામાં આવે છે

એશિયાટીક સાવજો ભારત અને સૌરાષ્ટ્ર કચ્છનું ઘરેણું છે ત્યારે કોઈ પણ કારણોસર સાવજોનું મૃત્યુ નીપજે તો ફરજિયાત પણે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. મોત અંગેનું સાચું કારણ બહાર આવી શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.