ગરાળની સીમનો બનાવ: મહા મહેનતે દિપડો નીચે ઉતર્યો
પેટનો ખાડો પુરવા માટે માત્ર માનવ જ નહી પૃથ્વી પરના દરેક જીવે મહેનત કરવી પડે છે.ઉના, ગીર ગઢડા સહિતના વિસ્તારોમાં હિંસક પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. દરમિયાન તાજેતરમાં ગરાળ ગામની સીમમાં શિકારની શોધમાં આવેલા બે દિપડા પૈકી એક દિપડો નાળીયેરીના ઝાડ પર 50 ફૂટ ઉંચે ચડી ગયો હતો.
ગીર ગઢડા તેમજ ઉના વાડી વિસ્તારમાં દિપડા સિંહોનો વસવાટ રહે છે. અવાર-નવાર ગામની સીમ વિસ્તારમાં રાત્રીના સમય દરમ્યાન શિકારની શોધમાં નીકળી પડતાં હોય છે.
મુંગા પશુઓ પર તેમજ માનવ જીંદગી ઉપર હુમલો કરી નાશી જતા હોય છે ત્યારે ગરાળ ગામ ની સીમ વિસ્તારની આબા વાડીમાં દિવસ દરમ્યાન બે દિપડાઓ આવિ ચડ્યા હતા અને દિપડો શિકાર માટે ગરાળ ગામ ની સીમ વિસ્તારમાં લધુભા ગીગાભી રાઠોડ ની વાડી મા દિવસ દરમ્યાન બે દિપડાઓ શીકાર ની શોધ માં આંબા ના બગીચા માં આવી ચઢ્યા હતા જેમાં એક દિપડો નારિયેળી ના ઝાડ પર બેસેલ પક્ષી નો શીકાર કરવા માટે કોશિશ કરતા નારયેળી ઉપર અધવ્ચે પહોંચી ગયો હતો ત્યાંથી પરત નીચે ઉતરતા ખેડૂતો ના નજરે પડ્યો હતો.