હિંમતનગરમાં આવેલી એક બેંકની મેનેજર યુવતી લગ્ન માટે સારા યુવકને શોધવા જતા 2.33 લાખ રુપિયાની છેતરપિંડીનો ભોગ બની છે અરવલ્લી જિલ્લાની યુવતી હાલમાં હિંમતનગર શહેરમાં એક સોસાયટીમાં રહે છે બેંક મેનેજર યુવતીએ લગ્ન કરવા માટે ઓનલાઈન વેબસાઈટ પર જીવનસાથી શોધવા માટે પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એક યુવકે તેનો સંપર્ક કર્યો હતો. જે યુવક સાથે વાતચિતો શરુ થઈ હતી જે દરમિયાન એકબીજા બહાને બેંક મેનેજર યુવતી પાસેથી ઓનલાઈન પૈસા મેળવીને છેતરપિંડી આચરી હતી

અકસ્માતની સારવાર માટે ઓનલાઈન છેતરપિંડી કર્યાની હિંમતનગર પોલીસમાં નોંધાતો ગુનો

બેંક મેનેજર યુવતી આ પહેલા અમદાવાદમાં નોકરી કરતી હતી જે વખતે તેણે પોતાના મેરેજ માટે થઈને પર્સનલ વિગતો અને ફોટો જીવનસાથી વેબસાઈટ પર અપલોડ કર્યો હતો જ્યાં તેણે પોતાનો મોબાઈલ નંબર પર અપલોડ કર્યો હતો જે એકાઉન્ટ પર અલગ અલગ યુવકોએ રિક્વેસ્ટ મોકલી હતી જેમની સાથે લગ્નના સંદર્ભમાં વાતચીતો શરુ કરી હતી જેમાં એક યુવક આદીત્ય મોહપાત્રાની સાથે વાતચીત આગળ વધી હતી અને આ યુવકે પોતે બેંગ્લુરુમાં વોલમાર્ટ કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતો હોવાની વાત જણાવી હતી જેમાં વાતચીત દરમિયાન બંનેએ પોતાના મોબાઈલ નંબરની આપ-લે કરી હતી જેના બાદ બંનેએ વોટ્સએપ દ્વારા વાતચીતનો દૌર શરુ કર્યો હતો આ ઉપરાંત અન્ય એક નંબર પર કોલ કરીને પણ વાતો કરવાની શરુઆત કરી હતી યુવકે પિતાને વાઈન મેન્યુફેક્ચરીંગનો ધંધો હોવાનુ અને પોતાને કેટલીક હોટલો હોવાની વાત કરી હતી

20 જુલાઈએ વાતની શરુઆત થઈ હતી અને 31 જુલાઈએ જ યુવક મોહપાત્રાએ પૈસાની માંગણીના બહાના બતાવી શરુ કરી હતી શરુઆતમાં 2500, 1800,800 રુપિયા જેટલી રકમ માંગી હતી ત્યારબાદ ઈન્કમટેક્ષમાં રકમ ભરવાની હોઈ 11,000 રકમ માંગી હતી તેમજ પોતાને એક્સીડેન્ટ થયુ હોઈ ઈમરજન્સીનુ બહાનુ બતાવીને 3 ઓગષ્ટે વધુ રકમ માંગી હતી માત્ર 10 જ દિવસમાં બેંક મેનેજર યુવતીને એવીતો માયા મોહપાત્રામાં લાગી ગઈ કે તે એક બાદ એક પૈસા ચુકવવા લાગી જ હતી અકસ્માતના બહાને પણ માંગેલા પૈસા પણ તેણે ટુકડે ટુકડે ચુકવ્યા હતા

ત્યારબાદ મોબાઈલ તૂટી ગયો હોઈ નવો લેવા માટે થઈને પણ 83,640 રુપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા રહી જતુ હોય એમ ક્રેડિટ કાર્ડનો નંબર અને ઘઝઙ પણ આપીને 31,440 રુપિયા ચૂકવ્યા હતા મિત્રની ઉધારી ચૂકવવાના બહાને પણ પૈસા માંગ્યા હતા આમ મળીને કુલ 2,33, 270 રુપિયા જુદા જુદા બહાને મેળવીને લીધા હતા જ્યારે આખરે યુવતીને પોતાની સાથે છેતરપિંડી થઈ રહ્યુ હોવાનુ લાગતા જ પૈસાને લઈ ઉઘરાણી શરુ કરી હતી જેમાં વારંવાર બહાના બતાવતો હોવાને લઈ આખરે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન હિંમતનગરમાં ફરિયાદ નોંધાવી હતી જ્યારે પી.આઈ જે.કે.રાઠોડે સમગ્ર ઘટના અંગે તપાસ શરુ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.