લઘુમતિઓના ઉચ્ચ શિક્ષણ માટે વધુ સંસ્થાઓ અને ભવન નિર્માણ કરાશે
સરકાર દ્વારા દેશભરમાં ૧૦૦ નવોદય જેવી શાળાઓમાં અને પાંચ ઉચ્ચશિક્ષણ આપતી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને ૪૦ ટકા અનામત આપવાની વિચારણા કરવામાં આવી છે. જેની જાહેરાત કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી દ્વારા કરવામાં આવી હતી.
લઘુમતિ અને અનામત મામલે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર દેશમાં ૧૦૦ જેટલી નવોદય જેટલી શાળાઓ લઘુમતિ માટે ચલાવવામાં આવી રહી છે. ત્યારે તેઓ દરેક જ્ઞાતિનો વિકાસ થાય અને તેઓ વિવિધ ક્ષેત્રોમાં શિક્ષણ પ્રાપ્ત કરી ઉચ્ચ હોદા પ્રાપ્ત કરે તેમ ઈચ્છે છે. માટે નવોદય જેવી શાળાઓમાં વિદ્યાર્થીનીઓને ૪૦ ટકા અનામત આપવા માંગીએ છીએ તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ખોલીને લઘુમતિઓને શિક્ષણ આપવા માંગીએ છીએ.
આ માટે ઉચ્ચ સ્તરીય પેનલ દ્વારા આઝાદ એજયુકેશન ફાઉન્ડેશન, સરકારના ફંડ મેળવતી શાળાઓના આંકડા મંગાવી ત્રિસ્તરીય મોડલને પછાત અને લઘુમતિ જાતિઓના શિક્ષણ માટે અમલી બનાવવા માંગીએ છીએ. ખાસ કરીને મુસ્લિમોને શિક્ષણ અપાવવા માંગીએ છીએ. આ મોડલને પ્રાથમિક શિક્ષણ અને સેક્ધડરી તથા ટેરેટરી માટે ૨૧૧ શાળાઓમાં ૨૫ જ્ઞાતિઓ આધારિત કોલેજો અને પાંચ શૈક્ષણિક સંસ્થાનો માટે અમલી બનાવવા માટે પેનલ દ્વારા સુચવવામાં આવ્યું છે. આ પેનલ દ્વારા શાળાની શૈક્ષણિક પઘ્ધતિ પણ નવોદય શાળાઓ કે કેન્દ્રીય વિદ્યાલયોમાં બદલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. નવોદય વિદ્યાલય સિસ્ટમ હેઠળ ખાસ ગ્રામ્ય વિદ્યાર્થીઓને પસંદ કરી તેમને ગુણવતાયુકત શિક્ષણ પુરુ પાડવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જે સમગ્ર દેશ માટે શ્રેષ્ઠ બની રહેશે. આ ઉપરાંત ખોરાક અને રહેવા માટેની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
નકવીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની શાળાના ભવનોના નિર્માણની કામગીરી આગામી વર્ષમાં શ કરાય તેવી શકયતા છે. વિકાસના માળખા દ્વારા ખાસ વિસ્તારો પસંદ કરી લઘુમતિઓને શિક્ષણ આપવા માટે તેમજ અન્ય લાભ આપવા માટે ભવનો બનાવવામાં આવશે. તેમજ દેશની મુખ્ય છ લઘુમતિ જ્ઞાતિઓ મુસ્લિમ, બુદ્ધ, ક્રિશ્ર્ચન, શીખ, પારસી અને જૈન જ્ઞાતિઓ આ લાભ મેળવી શકશે.