યુવા છાત્રોને માનવજીંદગી કેમ બચાવાય ? તે અંગે નિષ્ણાંત ડોકટરોનું વિદ્યાર્થીઓને માર્ગદર્શન
અચાનક જતી ઈન્જરી કે આકસ્મિક સમસ્યાઓમાં મેડીકલ સેવાઓ પહોંચતી કરવાની સાથે સુક્ષમ ક્ષણોમાં અપાતી એકસપોર્ટ સારવાર એટલે મેડિકલ ભાષામાં ‘લાઈફ સપોર્ટીંગ સિસ્ટમ’ માટે વિશ્વ વિદ્યાલયો અમે વિદ્યાલયોનાં છાત્રોને તૈયાર કરવામાં આવે તો કદાચ કેટલીય અમુલ્ય માનવ જીંદગીને બચાવી શકાય ! નેનો વિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરતાં છાત્રો મારફત ભવનનાં અધ્યાપકોને આ પ્રકારની પ્રાથમિક તાલીમ અંગે ભવન મારફત નિષ્ણાંત તજજ્ઞો એવા ડો.મેહુલભાઈ મિત્રા અને ડો.મિલાપભાઈ મશરૂ મારફત સ્ટાફ અને વિદ્યાર્થીઓને ચાર કલાક પ્રેકટીકલ્સ તાલીમ સાથે પ્રાથમિક સમજ આપતી કાર્યશાળાનું વિશિષ્ટ આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે નવતર પ્રયોગનાં ભાગરૂપે કરાયેલ હતું.
‘લાઈફ સપોર્ટીંગ સિસ્ટમ’ વિષયક કાર્યશાળામાં નેનો વિજ્ઞાન ભવનનાં ૧૦૦ થી વધુ છાત્રોને તાલીમનાં કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ નિલાંબરીબેન દવે, ભવનનાં અધ્યક્ષ પ્રો.ડી.જી.કુબેરકર, કુલસચિવ ડો.ધીરેનભાઈ પંડયા, જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો.મેહુલભાઈ મિત્રા, ક્રિટીકલ કેરનાં તજજ્ઞ ડો.મિલાપભાઈ મશરૂ, પ્રો.નિકેશભાઈ શાહ, ડો.ભરતભાઈ કટારીયા, કાર્યક્રમના સંયોજક ડો.અશ્ર્વિનીબેન જોષી, ડો.આશીષભાઈ રાવલીયા, ડો.તેજસભાઈ ટાંક, ડો.સદફ જેઠવા, નર્સીંગ સ્ટાફની ટીમનાં સદસ્યો વગેરે ઉપસ્થિત રહેલ હતા. કુલપતિ પ્રો.નિલાંબરીબેન દવેએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે, એસ.ઓ.એસમાં માનવજીવનને બચાવતી મેડિકલ ટેકનીકની તાલીમ વિશ્ર્વ વિદ્યાલયના છાત્રોને આપવાના પ્રકલ્પમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નેનો વિજ્ઞાન ભવનનું આયોજન અભિનંદનીય છે.
જાણીતા બાળરોગ નિષ્ણાંત અને મોટીવેશન વકતા ડો.મેહુલભાઈ મિત્રાએ ‘પાવર પેઝન્ટેશન’ મારફત છાત્રોને બાળવયમાંથી ટીન એજર અને ટીન એજરમાંથી યુવાનીમાં પ્રવેશવાની સાથે સાયકોલોજિકલ, શારીરિક, પોઝીટીવ ફેરફારો અંગે રસપ્રદ વાર્તાલાપ યોજી સ્કીલ ડેવલોપમેન્ટ, સ્ટ્રેસલેસ જીવન વગેરે અનેક આયામો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ હતા.
કાર્યશાળામાં ડો.મિલાપભાઈ મશરૂ અને તેની ટીમ મારફત છાત્રોને એકસીડન્ટ, આગ, પાણીમાં ડુબી જવાની ઘટના કે અન્ય સ્ટ્રેસથી હૃદયનો એટેક સમયે ‘લાઈફ સપોર્ટીંગ સિસ્ટમ’ કેવી રીતે માનવ જીવન બચાવવા મદદરૂપ થઈ શકે ? તે અંગે તાલીમ આપતા જણાવેલ કે પ્રથમ શ્ર્વાસોશ્ર્વાસ, ચકાસી પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી અને સાથે મેડીકલ સેવાઓ પહોંચતી થાય તે પહેલાની સુક્ષમ બહુમુલી ક્ષણોમાં શ્ર્વાસોશ્ર્વાસમાં કેવી રીતે મદદરૂપ થઈ શકાય તેની સાથે બંધ હૃદયને ચાલુ કરવા હાથેથી અને ઈલેકટ્રીક સોકીંગ સિસ્ટમ એ.ઈ.એસ.નું મહત્વ સમજાવી કેટલાક ઉદાહરણો સાથે દરેક વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોને તાલીમ આપેલ હતી.ભવનનાં અધ્યક્ષ પ્રો.ડી.જી.કુબેરકરે સ્વાગત પ્રવચનમાં જણાવેલ કે ભવન મારફત છાત્રોને શિક્ષણ સાથે સમાજ ઉપયોગી સ્કીલની વિવિધલક્ષી આયામોની તાલીમ આપવામાં આવે છે અને તેમાં યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવનો હરહંમેશ પોઝીટીવ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.
કાર્યક્રમનું સફળ સંચાલન કાર્યક્રમના સંયોજક ડો.અશ્ર્વિનીબેન જોષીએ અને આભારવિધિ એસોસીએટ પ્રોફેસર ડો.ભરતભાઈ કટારીયાએ કરેલ હતી. કાર્યક્રમને સફળ બનાવવા ભવનના અવિનાશભાઈ વ્યાસ, કૈલાસભાઈ વાઘેલા, મેહુલભાઈ વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.