- વૈશાખી વાયરામાં બદલાયેલા મોસમના મિજાજ વચ્ચે ભારે પવન, ધૂળની આંધી અને વરસાદના ઝાપટાથી વાતાવરણ ડહોળાયું : ઠેર ઠેર છાપરા હોલ્ડિંગ પત્તાની જેમ ઉડયા, ક્યાંક ઝાડવાઓ ધરાશાય
સૌરાષ્ટ્રમાં ગઈકાલે વૈશાખી વાયરા વચ્ચે ભર ઉનાળે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બપોર પછી અનેક વિસ્તારોમાં તોફાની પવન અને કરા સાથે કમોસમી વરસાદ ખાબકીઓ હતો રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર જામનગર ગીર સોમનાથ સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી એક થી દોઢ ઈંચ જેટલું પાણી પડી જતા ક્યાંક રસ્તા પર અને નદીનાળામાં પાણી વહેતા થઈ ગયા હતા, અમરેલીના મતિરાણામાં નદીમાં પુર આવ્યું હતું વરસડામાં લગ્ન મંડપ ઊડી ગયો હતો, ક્યાંક ક્યાંક વૃક્ષો ધરાશાહી થઈ ગયા હતા કેરિયા નાગસ ગામ અને ચાપાથળ જસદણ આટકોટ અને ગિરના કેટલાક ગામોમાં ધૂળની ડમરી સાથે કરા પડ્યા હતા ,બપોર પછી એકાએક બદલાયેલા વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્રમાં વાજડી અને કરા સાથેના તોફાની વરસાદથી જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો હતો ભારે પવનના સુસ્વાટા ગાજવીજ સાથે વીજળીના ચમકારા થી વાતાવરણ મા પ્રકૃતિનું રુદ્ર સ્વરૂપ દેખાયું હતું.શહેરી વિસ્તારોમાં હોલ્ડિંગ બોર્ડ અને પતરાના છાપરા પત્તા ની જેમ ઊડ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષોની સાથે સાથે ક્યાંક લાઈટ ના થાંભલા જમીનદોસ્ત થઈ ગયા હતા મીની વાવાઝોડા સાથે અડધી કલાકમાં કરા અને વરસાદના કારણે વીજળી ગૂલ થઈ ગઈ હતી તેજ પવન અને વરસાદથી અફળા તકલીનો માહોલ સર્જાઈ ગયો હતો વરસાદની સાથે બરફના કરા પડ્યા હતા એકાએક બદલાયેલા વાતાવરણના કારણે જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો હતોભારે પવન ના કારણે ગીરના કેટલાક વિસ્તારમાં આંબા પરથી કાચી કેરી ખરી પડવાની ફરિયાદો પણ મળી રહી છે કયા કયા વૃક્ષો પણ ધરાશાય થઈ ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે આવેલા વાતાવરણના પલટા થી સર્વત્ર ચિંતા નો માહોલ ઉભો થયો હતો.
અમરેલીના ઈશ્વરીયા ગામે વીજળી પડતાં 29 બકરાના મોત
અમરેલી હવામાન વિભાગની આગાહીના પગલે શહેર સહિત દેવળીયા, વિઠ્ઠલપુર ખંભાળિયા, ફતેપુર વગેરે ગામોમાં ધોધમાર વરસાદ ખાબકતા બજારોમાં નદીના પુર જેવા દૃશ્યો જોવા મળ્યા હતા તો અમરેલીના ઈશ્વરીયા ગામે વીજળી પડતાં 29 બકરાના મોત નીપજ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ઈશ્વરીયા ગામના મંગાભાઈ ભરવાડના બકરા જોકમા પૂરેલા હતા અચાનક વીજળી ખબક્તા આશરે 30 જેટલા બકરા મોતને ભેટ્યા હતા જેનાથી મંગાભાઈ ભરવાડને લાખોનું નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો તેમજ સાવરકુંડલા અમરેલી રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ પાસે ભારે પવનના કારણે બોર્ડ અને હોડીંગો ઉડી ગયા હતા તો ગાવાડકા રોડ ચિતલ રોડ વગેરે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાઈ થયા હતા. અમરેલીના ઈશ્વરીયા ગામે વીજળી પડતાં 29 બકરાના મોત
અમરેલી હવામાન વિભાગની આગાહીના પગલે શહેર સહિત દેવળીયા, વિઠ્ઠલપુર ખંભાળિયા, ફતેપુર વગેરે ગામોમાં ધોધમાર વરસાદ ખાબકતા બજારોમાં નદીના પુર જેવા દૃશ્યો જોવા મળ્યા હતા તો અમરેલીના ઈશ્વરીયા ગામે વીજળી પડતાં 29 બકરાના મોત નીપજ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ઈશ્વરીયા ગામના મંગાભાઈ ભરવાડના બકરા જોકમા પૂરેલા હતા અચાનક વીજળી ખબક્તા આશરે 30 જેટલા બકરા મોતને ભેટ્યા હતા જેનાથી મંગાભાઈ ભરવાડને લાખોનું નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો તેમજ સાવરકુંડલા અમરેલી રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ પાસે ભારે પવનના કારણે બોર્ડ અને હોડીંગો ઉડી ગયા હતા તો ગાવાડકા રોડ ચિતલ રોડ વગેરે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાઈ થયા હતા.