સૌરાષ્ટ્રમાં આન, બાન, શાન સાથે તિરંગો લહેરાયો
વિંછીયા
દેશના 77મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે વિંછીયા ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને ઉપસ્થિત નાગરિકોને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છા પાઠવી હતી.સ્વતંત્રતા પર્વ નિમિત્તે મંત્રી રાઘવજીભાઈ પટેલ, કલેકટર પ્રભવ જોશી અને પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સાથે હોમગાર્ડઝ, જી.આર.ડી. તથા પોલીસ વિભાગની પરેડનું નિરીક્ષણ કર્યું હતું તથા ઉપસ્થિત દેશપ્રેમી નાગરિકોનું અભિવાદન ઝીલ્યુ હતું. સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો મુકેશભાઈ ધીરજભાઈ રાવલ તથા જયાબેન છગનભાઈ કટારીયાનુ મંત્રી રાઘવજીભાઈ પટેલે સુતરની આંટી તથા ખાદીની શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. તથા વિછીયા તાલુકાના વિકાસ માટે રૂ.25 લાખનો ચેક જિલ્લા કલેકટરને અર્પણ કર્યો હતો.
ખીરસરા
ખીરસરા અમ્રુતસરોવર ખાતે જયેશ સાગઠીયા હાસ્યકલાકાર ધીરૂભાઈ સરવૈયા માવજીભાઈ સાગઠીયા સરપંચ મુકેશભાઈ મકવાણા ઉપ સરપંચ ખીમજીભાઈ સાગઠીયા તલાટીમંત્રી બી.ડી.જાડેજા ગ્રામ પંચાયત સભ્ય કમલેશ વાગડીયા મચ્છાભાઈ લાંબરીયા મુકેશ સાગઠીયા મનજીભાઈ સાગઠીયા પુર્વ જમાદાર ડાયાભાઈ સાગઠીયા રેવતુભા જાડેજા ભરતભાઈ સાગઠીયા લક્ષમણભાઈ સાગઠીયા પ્રાથમીક શાળા ના શિક્ષકગણ વિધાર્થી તથા ગ્રામજનોની ઉપસ્થિતીમા 15 મી ઓગસ્ટ આઝાદી ના અમૃત મહોત્સવ ધ્વજ વંદન કરવામા આવ્યું.
ભાયાવદર
ભાયાવદર ગામે સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા 15મી ઓગસ્ટ 77 મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી જોરશોરથી કરવામાં આવી, તે સાથે ધ્વજ વંદનમાં દ્વારા અઠીંગો રાસ, દેશભક્તિ ગીત, શહીદ વીરોની દેશભક્તિ જેવા વિષય ઉપર સ્પીચ આપવામાં આવી આ કાર્યક્રમમાં પ.પૂ. રામાનુજ દાસજી સ્વામી ,પ.પૂ. ભક્તિનંદનદાસજી સ્વામી અને પધારેલ મહેમાન ડો.મારડિયા દ્વારા ઠાકોરજીનું પૂજન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન ગુરૂકુલના પ્રિન્સિપાલ નીતિન દવે અને શિક્ષક પિયુષભાઈ સોલંકીના આવેલ હતો.
સાવરકુંડલા
સાવરકુંડલાના વોર્ડ નંબર 9 મા સાધના સોસાયટી ખાતે શાળા નંબર નવ મા સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરાઈ હતી હર ઘર તિરંગા ની જેમ હર વોર્ડ હર શાળા તિરંગા નુ અનોખું પ્રતીક જોવા મળ્યું હતું જેમાં શિક્ષણ વિભાગ ના ઈછઈ માન. ગુલઝાર ભાઈ રાઠોડ સાહેબ વોર્ડ નંબર નવ ના જાગૃત કોર્પોરેટર રાજેભાઈ ચૌહાન શિક્ષક પિયુષભાઈ પૂર્વ મંત્રી રફિકભાઈ અને મુસ્લિમ અગ્રણી ઇમરાન દલ સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું..
વિસાવદર
વિસાવદર મા વિશ્વહિન્દૂ પરિસદ તેમજ બજરંગ દળ દ્વારા અખંડ ભારતના 77મા સ્વતંત્ર દિવસ નિમિતે પૂર્વસન્ધ્યાયે મસાલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું મસાલ રેલી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતેઆનંદ સ્વામી ના હસ્તે ભારત માતાના પૂજન કરીને મસાલ રેલીનું પ્રસ્થાન પ્રસ્થાન કરાવેલ હતું મસાલ રેલી સરદાર ચોક મા સરદારજીની પ્રતિમા ને હારતોરા કરીને વિસાવદર ની મેંઈન બજારમાં ફરી હતીજુનાબસ્ટેન્ડ ચોકમાં આંબેડકર જીની પ્રતિમાને હારતોરા કરવામાં આવેલ હતા ત્યારે મસાલ રેલીમાં વિશ્વ હિન્દૂ પરિસદ નાપ્રમુખ હરેશ સાવલિયા તેમજ બજરંગ દળના કુણાલ વીકમાંઆર્ય સમાજ માંથી આર્ય સીવી ચૌહાણ રાજકીય પદાધિ કારિયોં તાલુકા ભાજપ પ્રમુખ હરિ સાવલિયા રમણીક દુધાત્રા સહિત ના કાર્યકરો તેમજ વિસાવદર શહેર ના અગ્રણી ઓ મસાલ રેલીમાં જોડાયા હતા.
ધારી
ધારી તાલુકાના ગીગાસણ પ્રાથમિક શાળા ખાતે 77 માં સ્વતંત્રતા દિવસ ની તાલુકા કક્ષા ની ઉજવણી વહીવટી તંત્ર દ્વારા દ્વારા ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી થઈ .આ ઉજવણીમાં ધારીના પ્રાંત કલેકટર જી. એમ. મહાવદિયા ધારાસભ્ય જે. વી. કાકડિયા, મામલતદાર લુણાગરિયા તાલુકા વિકાસ અધિકારી ભટ્ટ . ધારીના પી. આઈ. ચૌધરી , માર્ગ- મકાન વિભાગ ના બોરડ, તાલુકા શિક્ષણ અધિકારી અતુલભાઈ કાથરોટીયા બી.આર.સી અતુલભાઈ દવે, જી. પંચાયત ના ઉ.પ્ર. ભુપતભાઇવાળા. તાલુકા પંચાયતના પ્રમુખ જયશ્રીબેન કાનાણી, જીલ્લા પંચાયત તથા તા. પંચાયત ના સદસ્ય ઓ , તેમજ લગત ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને ગામના સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં હાજરી આપી. ે
ઉત્કષ્ટ ફરજ બજાવનાર ફોરેસ્ટનું કરાયું સન્માન
ધારી વનવિભાગ ના બાહોશ અને કર્તવ્યનિષ્ઠ ફોરેસ્ટર જી.સી.જાલા ને કલેકટર તથા ડી.સી.એફ. ના હસ્તે તેમણે કરેલ કામગીરી ના ભાગરૂપે આજે જીલ્લા કક્ષા ના 15 મી.ઓગસ્ટ ના રોજ જાફરાબાદ ખાતે યોજાયેલ કાર્યક્રમ મા સન્માનિત કરતા ધારી વન વિભાગ ના ઉચ્ચ અધિકારીઓએ અભિનંદન આપેલ હતા.
દ્વારકા
આવતીકાલે 77માં રાષ્ટ્રીય આઝાદી પર્વના ઉપલક્ષ્યમાં આજરોજ દ્વારકા ખાતે દ્વારકા શહેર તેમજ દ્વારકા તાલુકા યુવા ભાજપ દ્વારા વિશાળ મશાલ યાત્રા યોજાઈ હતી. સાંજે 7 કલાકથી દ્વારકાના હોમગાર્ડઝ ચોકથી ત્રણ બત્તી ચોક, જોધાભા માણેક ચોક થઈ દ્વારકાધીશ મંદિર સુધીની મશાલ યાત્રામાં દ્વારકા શહેર યુવા ભાજપ તેમજ દ્વારકા તાલુકા યુવા ભાજપની ટીમ દ્વારા યોજાયેલ મશાલ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનીય રાષ્ટ્રભકતો પણ જોડાયા હતા. સમગ્ર આયોજન દ્વારકા શહેર ભાજપ સંગઠનના માર્ગદર્શનમાં યુવા મોરચા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
ધોરાજી
ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલ ક્રિસ્ટલ સાયન્સ એકેડમી ખાતે શાળા વિઘાર્થીઓ દ્વારા ભવ્ય ઘ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. અને વર્ષ દરમ્યાન બેસ્ટ કામગીરી કરનારા વિદ્યાર્થીઓને ટ્રસ્ટીઓએ સન્માનીત કરેલ હતા. આ તકે કુંજવિહારી સ્વામી વિમલભાઇ કોયાણી, પ્રવીણભાઇ બાબરીયા, જેન્તીભાઇ રાબડીયા, ક્રિપાલસિંહ જાડેજા, દિલીપભાઇ વઘાસીયા, સંદીપભાઇ સોજીત્રા, દિનેશભાઇ સોજીત્રા, અરવિંદભાઇ નંદાણીયા સહીતના હાજર રહ્યા હતા.
ઇમ્પીરીયલ સાયન્સ સ્કુલમાં તિરંગો લહેરાવ્યો
ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલ ઇમ્પીરીયલ સાયન્સ સ્કુલ ખાતે 77માં સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગ રુપ શાળાએ શાળાના ટ્રસ્ટી મીતેશભાઇ બુટાણીના વરદ હસ્તે ઘ્વજવંદન કરાયું. બેસ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટીઓએ શીલ્ડ અને સન્માન પત્રો આપી સન્માનીત કરેલ હતા. વિનોદભાઇ હિરપરા, મનોજભાઇ પોસીયા, મીતેશભાઇ બુટાણી, રવિભાઇ પોકીયા, ભાવીનભાઇ લુણાગરીયા, શાળાના પ્રિન્સીપાલ ભાવેશભાઇ પોસીયા અને તમામ કાર્યક્રમનું સફળ સંચાલન રોહીતભાઇ લકકકડે કરેલ હતું.
જુનાગઢ
જીલ્લા પોલીસ દ્વારા જૂનાગઢના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના અધ્યક્ષ સ્થાને તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.વી.કોડિયાતર (માંગરોળ) તથા એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવેલ હતું. જેમા માંગરોળ, ચોરવાડ, માળિયા હાટીના, શીલ તથા માંગરોળ મરીન પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ તથા મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડો, સ્ટુડન્ટ પોલીસ કેડેટના વિધ્યાર્થીઓ, હોમગાર્ડ, જી.આર.ડી., એસ.આર.ડી.ના સભ્યો, વિધ્યાર્થીઓ તેમજ માંગરોળના સર્વ હિન્દુ મુસ્લીમ સમાજના લોકો આ તિરંગા યાત્રામા ઉત્સાહભેર જોડાયેલા હતા. ભારત દેશ માટે પોતાના જીવનુ બલીદાન આપનાર શહીદોને પુષ્પાજંલી અર્પીત કરી, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા આ તિરંગા યાત્રા માંગરોળ શહીદ સ્મારકથી ફ્લેગ ઓફ કરાયેલ આ તિરંગા યાત્રા માંગરોળ બંદર પર નવી જેટી સુધી યોજવામાં આવેલ હતી.