સૌરાષ્ટ્રના વિવિધ ગામોમાં જલારામ જન્મ જયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જમાં મહાઆરતી, શોભાયાત્રા, બપોરે-સાંજે મહાપ્રસાદ, અન્નકૂટ, ભકિત સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જલારામ બાપાની ૨૨૦મી જન્મજયંતિની ઉપલેટા, જામજોધપુર, ઉના, સાવરકુંડલા સહિતના ગામોમાં ઉજવણી કરવામાં આવી હતી.
સાવરકુંડલા :
સાવરકુંડલામાં ઉત્સાહભેર પ.પૂ.સંત જલારામબાપાની ૨૨૦ મી જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગોપર વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જેમાં સાવરકુંડલામાં જલારામ સત્સંગ મંડળ દ્વારા જલારામ બાપા ની ૨૨૦ મી જન્મ જયંતિ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે મંગળા આરતી,ધ્વજા રોહણ, સંતભોજન, બપોરે રાજભોગ આરતી, પૂજન અર્ચન, સાંજે આરતી અને સમગ્ર રઘુવંશી જ્ઞાતિ એ સમૂહ પ્રસાદ નો લ્હાવો લીધો હતો. તેમજ રાત્રે ભજન સંધ્યા સહિત ના ધાર્મિક કાર્યક્રમો યોજાયા અને વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી.
માધવપુર :
માધવપુર રઘુવન્સી સમાજ તેમજ માધવપુર જલારામ યુવક મંડળ દ્વારા છેલ્લા ૨૫ વર્ષ થી જલારામ જ્યંતી ભવ્ય ઉજવણી કરવામાં આવેછે તેમાં જલારામબાપા ના મંદિરે સવારે ધ્વજા રોહણ ત્યાર બાદ આરતી બાદ અંનકુટ ના દર્શન નું આયોજન કરાયું હતું ત્યારે બોહળી સંખ્યા માં ભાવિ ભક્તિ વાનો દર્શન અર્થે ઉમટી પડ્યા હતા ત્યારે બાદ લોહાણા સમાજ ની વળી ખાતે તમામ રઘુવન્સી સમાજ ના લોકો બને ટાઈમ સાથે મળી ને ભોજન પ્રસાદી લીધી હતી તેમજ બોપરે ચાર કલાકે જલારામ મંદિરે થી મહાજન વળી સુધી વાજતે ગાજતે ઢોલ નગારા ના તાલ સાથે જલારામ બાપા ની ભવ્ય શોભા યાત્રા નું આયોજન કરાયું હતું ત્યારે બાદ રાત્રી ના ૭ કલાકે તમાજ રઘુવન્સી સમાજ દ્વારા ભોજન પ્રસાદી લીધી હતી તેમાં રઘુવંશી સમાજ ના પ્રમુખશ્રી નટુભાઈ કકકડ ઉપપ્રમુખ શ્રી વિમલભાઈ પોપટ સહિત ના આગેવાનો ભાયો બહેનો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
ઉના :
ઉનામાં સંત શિરોમણી ભક્ત જલારામ બાપાની ૨૨૦મી જન્મ જયંતિની નિમિતે રઘુવંશી યુવાનો, યુવતીએ જલારામ બાપાની રંગોળી જલારામ મંદિર કરવામાં આવી હતી.
જામજોધપુર :
જામજોધપુર જલારામ મંદિર મુકામે જલારામ જયંતિએ પધારેલ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાનું જલારામ મંદિરના ઉપપ્રમુખ ચીમનલાલ દ્વારા સ્વાગત કરાયું હતુ.
ઉપલેટા :
ઉપલેટા લોહાણા સમાજ દ્વારા સંત શિરોમણી વિશ્ર્વ વંદનીય પૂ.જલારામ બાપાની ૨૨૦મી જન્મ જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જલારામ બાપાની ૨૨૦મી જન્મજયંતિ નિમિતે લોહાણા સમાજની વાડી ખાતે લોહાણા સમાજના ૧૦૧ દંપતિઓએ સવારે પૂ. જલારામ બાપાનું પૂજન અર્ચન કરેલ હતુ તેમજ આખો દિવસ ભજન કિર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. બપોર બાદ લોહાણા સમાજથી સમાજના પ્રમુખ જગદીશભાઈ ગણાત્રાની આગેવાનીમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શહેરના રાજમાર્ગ ઉપર વિવિધ જગ્યાએ લોહાણા મહિલા મંડળની બહેનો દ્વારા રાસ કિર્તનની રમઝટ બોલાવેલ હતી. શોભાયાત્રા પૂર્ણ થયાબાદ લોહાણા સમાજના ભાઈ બહેનો માટે સમૂહ પ્રસાદ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લોહાણા સમાજના પ્રમુખ જગદીશભાઈ ગણાત્રા, નિલુભાઈ ગાંધીયા કનુભાઈ ચોટાઈ, જગદીશભાઈ જોબનપુત્રા, મુકેભાઈ કકકડ, હાર્દિક દતાણી, કોમલ કાછેલા, કિશોરભાઈ કકકડ, અશોકભાઈ પોપટ,હરેશભાઈ રૂદાણી, સહિત લોહાણા સમાજના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.