ધોરાજીમાં ૩ઈંચ,ગોંડલ, કોટડા સાંગાણીમાં, ભેંસાણમાં ૩ ઈંચ, જામજોધપુર, જૂનાગઢ, વડિયામાં ૨ ઈંચ વરસાદ: સવારથી ઉઘાડ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બુધવારે સતત છઠ્ઠા દિવસે મેઘમહેર ચાલુ રહેવા પામી હતી. રાજકોટ જિલ્લાના જેતપુર અને અમરેલી જિલ્લાના બગસરામાં અનરાધાર ચાર ઈંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત ધોરાજીમાં સાડા ત્રણ, ગોંડલ, કોટડા સાંગાણી અને ભેંસાણમાં ૩ ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સવારથી સૌરાષ્ટ્રભરમાં વરાપ નીકળતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.
સ્ટેટ કંટ્રોલ‚મના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૩૨ જિલ્લાના ૧૪૩ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના માંગરોળમાં ૧૮૦ મીમી વરસી ગયો છે. રાજયમાં અત્યાર સુધીમાં ૪૪ ટકા વરસાદ પડી ગયો છે. સૌરાષ્ટ્રમાં બુધવારે સતત છઠ્ઠા દિવસે મેઘમહેર ચાલુ રહેવા પામી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને મુળીમાં ૧ ઈંચ, રાજકોટ જિલ્લાના જેતપુરમાં ૪ ઈંચ, ધોરાજીમાં સાડા ત્રણ ઈંચ, ગોંડલ અને કોટડાસાંગાણીમાં ૩ ઈંચ, જામકંડોરણામાં પોણા બે ઈંચ, લોધીકામાં સવા ઈંચ, વિંછીયામાં ૧ ઈંચ, ઉપલેટા અને જસદણમાં અડધો ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
રાજકોટ જિલ્લામાં આજ સુધીમાં મોસમનો કુલ ૬૨ ટકા વરસાદ વરસી ગયો છે. મોરબી જિલ્લાના વાંકાનેરમાં દોઢ ઈંચ, જામનગર જિલ્લાના જામજોધપુર અને કાલાવડમાં ૨ ઈંચ, જોડિયામાં ૨ ઈંચ, લાલપુરમાં ૧ ઈંચ અને જામનગર સિટીમાં અડધો ઈંચ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા શહેરમાં પોણા બે ઈંચ, ભાણવડમાં ૧ ઈંચ, કલ્યાણપુરમાં પોણો ઈંચ અને ખંભાળિયામાં અડધો ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
જૂનાગઢ જિલ્લામાં પણ બુધવારે મેઘમહેર ઉતરી હતી. ભેંસાણમાં ૩ ઈંચ, જૂનાગઢ ગ્રામ્ય અને સિટીમાં ૨ ઈંચ, માળિયામાં અડધો ઈંચ, અમરેલી જિલ્લાના બગસરામાં ૪ ઈંચ, વડિયામાં ૨ ઈંચ, ખાંભામાં ૧ ઈંચ, ભાવનગર જિલ્લાના મહુવા, પાલીતાણા અને વલ્લભીપુરમાં અડધો ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છમાં હળવા ઝાપટાથી લઈ ૨ ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. જયારે ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ૧ ઈંચ સુધીનો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. બુધવારે પૂર્વ મધ્ય ગુજરાતમાં એકંદરે મેઘવિરામ જેવો માહોલ રહેવા પામ્યો હતો. તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ અનરાધાર હેત વરસાવ્યું હતું. ભ‚ચ જિલ્લામાં અડધાથી બે ઈંચ, તાપી જિલ્લામાં હળવા ઝાપટાથી લઈ ચાર ઈંચ, સુરત જિલ્લામાં મધ્યમથી લઈ ૭ ઈંચ, નવસારી જિલ્લામાં અડધાથી ૧ ઈંચ તો ડાંગ જિલ્લામાં સામાન્ય ઝાપટાથી લઈ દોઢ ઈંચ વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. રાજયમાં અત્યાર સુધી સરેરાશ ૩૫૬ મીમી વરસાદ પડી ગયો છે. જે ચાલુ સાલ ચોમાસાની સીઝનનો ૪૪.૦૧ ટકા જેવો થાય છે.